Get The App

12 વર્ષની કિશોરીનું ફેક એકાઉન્ટ બનાવી 15 વર્ષના તરુણે ચેટિંગ કર્યું, હાથ પકડી ધમકી આપી

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
12 વર્ષની કિશોરીનું ફેક એકાઉન્ટ બનાવી 15 વર્ષના તરુણે ચેટિંગ કર્યું, હાથ પકડી ધમકી આપી 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 05 ડિસેમ્બર 2023 મંગળવાર

વડોદરામાં બાર વર્ષની વયની એક વિદ્યાર્થીની નું 15 વર્ષના એક તરુણે ફેક એકાઉન્ટ બનાવી બેનપણી સાથે ચેટિંગ કરતા પોલ ખુલ્લી પડી હતી. જેથી રોસે ભરાયેલા તરુણે વિદ્યાર્થીને રસ્તામાં હાથ પકડી ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો.      

બાર વર્ષની વિદ્યાર્થીની ને તેની બહેનપણી તેમજ કઝીને ઈન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરી એકાઉન્ટ બનાવવા બદલ તેમજ ચેટિંગ કરવા અંગે જાણ કરતા વિદ્યાર્થીનીએ તેણે કોઈ એકાઉન્ટ બનાવ્યું નથી તેમ કહ્યું હતું. વળી આ વિદ્યાર્થીની મોબાઈલ નો ઉપયોગ પણ કરતી ન હતી અને જરૂર પડે મમ્મી ના ફોન નો ઉપયોગ કરતી હતી.       

ઉપરોક્ત બનાવ બાદ વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી અને ઘરની બહાર નીકળવાનું બંધ કરી સતત રડ્યા કરતી હતી. માતા તેને સમજાવી રહી હતી તે દરમિયાન માતાના ફોન ઉપર વિદ્યાર્થીનિની પાછળ પડી ગયેલા તરુણ નો ફોન આવ્યો હતો.

વિદ્યાર્થીની ની માતાએ સામેથી કોલ કરતા એક મહિલાએ ફોન ઉપાડ્યો હતો. જેથી વિદ્યાર્થીની ની માતાએ તરુણની માતાને ફરિયાદ કરી હતી.

આ બનાવ બાદ વિદ્યાર્થીની તેની બહેનપણી સાથે મંદિરે ગઈ ત્યારે રસ્તામાં તરુણે તેને રોકી હાથ પકડી લીધો હતો અને તારી મમ્મીને કહી દેજે કે મારી મમ્મી સાથે વાત ન કરે નહીંતર જોવા જેવી થશે તેમ કહી ધમકી આપી હતી. વિદ્યાર્થીની ગભરાઈ જતા પરિવારજનોને જાણ કરી હતી જેથી અભયમની મદદ લઈ વિદ્યાર્થીનિ નું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ટીમે તરુણને ઘેર જઈ તેની માતા સાથે પણ વાતચીત કરી હતી અને તરુણ ને બોલાવવા માટે કહેતા માતાએ ના પાડી હતી. જેથી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.


Google NewsGoogle News