વડોદરાના સિસવા ગામે ઝાડીમાંથી રાત્રે 10 ફૂટ લાંબા અજગરનું રેસક્યુ કરાયું

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
વડોદરાના સિસવા ગામે ઝાડીમાંથી રાત્રે 10 ફૂટ લાંબા અજગરનું રેસક્યુ કરાયું 1 - image

વડોદરા,તા.30 ડિસેમ્બર 2023,શનિવાર

વડોદરા જિલ્લાના સિસ્વા ગામથી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ ઓફિસમાં ગઈ કાલે મોબાઈલ ફોનથી ટ્રસ્ટના પ્રમુખને જાણ કરવામાં આવી હતી કે, ગામના ખેતરમાં કોઈ મોટા સાપ જેવું કંઇક લાગે છે અંધારામાં ઝડીમાં કાંઈ દેખાતું નથી. 

કોલ મળતા જ ટીમ સ્થળ પર તપાસ કરી હતી અને ઝાડીમાં જોયું તો આશરે 10 ફૂટનો મહાકાય અજગર  ભાગી રહ્યો હતો જેને ટીમે રેસ્ક્યુ કરીને ત્યાંના વન વિભાગ અને સ્થાનિક એનજીઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ થયો નહિ.  કાયદાને ધ્યાનમાં રાખીને કોઈ ખોટો આરોપ ના લગાવે એટલે અજગરને વડોદરા વન વિભાગમાં સુપ્રત કર્યો  હતો. જ્યાંથી બોરસદ વન વિભાગના કર્મચારીઓ અજગરને બોરસદ વન વિભાગમા મોકલવામાં આવ્યો હતો.


Google NewsGoogle News