Get The App

વડોદરામાં ક્રેડિટ કાર્ડ ચેક કરવાના બહાને આરોપીએ 95000 પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
વડોદરામાં ક્રેડિટ કાર્ડ ચેક કરવાના બહાને આરોપીએ 95000 પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા 1 - image


- ક્રેડિટ કાર્ડની લિમિટ બધી છે કે કેમ તે ચેક કરવાના બહાને ક્રેડિટ કાર્ડ અને મોબાઇલ ફોન લઈ આરોપીએ પોતાના ખાતામાં બારોબાર 95 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા

વડોદરા,તા.1 ડિસેમ્બર 2023,શુક્રવાર

વાઘોડિયા રોડ ગણાધીશ કોમ્પ્લેક્સ માં રહેતો રોહિત રમણલાલ વાળા વન સ્ટોપ સોલ્યુશન નામથી પ્રોપર્ટી ઓફિસ ચલાવે છે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 15મી ઓક્ટોબરે બપોરે 12:00 વાગે હું મારી ઓફિસે હાજર રહેતો તે વખતે મારા ઓળખીતા ભાવિન ભરતભાઈ શાહ રહેવાસી રાજેશ્વર પ્લેનેટ હરણીરોડ મારી ઓફિસ પર આવ્યા હતા. તેણે મને કહ્યું હતું કે તમારું ક્રેડિટ કાર્ડ બતાવો તેમાં ક્રેડીટ વધી છે કે કેમ? જેથી મેં મારું ક્રેડિટ કાર્ડ તથા મોબાઇલ ભાવિનને આપ્યો હતો તેણે મોબાઇલમાં ચેક કરી મને ફોન આપી દીધો હતો. મેં તેને ક્રેડિટની લિમિટ અંગે પૂછતા થોડીવારમાં મેસેજ આવી જશે તેવું કહ્યું હતું. ત્યારબાદ ભાવિન શાહ બપોરે 2:00 વાગે ઓફિસેથી જતો રહ્યો હતો

ગત દશમી નવેમ્બરે મારા મોબાઈલ પર સ્ટેટ બેંકનો મેસેજ આવતા મેં મારું એકાઉન્ટ ચેક કરતા જાણવા મળ્યું હતું કે મારા ક્રેડિટ કાર્ડના રૂપિયા બારોબાર ભાવિન શાહના ખાતામાં 15મી ઓક્ટોબરે જમા થઈ ગયા છે. તેણે કુલ 95 હજાર રૂપિયા બારોબાર ટ્રાન્સફર લઈ લીધા હતા. તેનો મોબાઇલ પર સંપર્ક કરતા હમણાં આવું છું તેવું જણાવ્યું હતું પરંતુ આવ્યો ન હતો.


Google NewsGoogle News