વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કોંગ્રેસમાં મોટુ ભંગાણઃ900થી વધુ આગેવાનો-કાર્યકરો ભાજપમાં સામેલ
વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાને કોંગ્રેસ મુક્ત કરવા માટે ભાજપના આગેવાનોએ ઉપાડેલા અભિયાનને પગલે આજે ૯૦૦ થી વધુ કોંગી આગેવાનો અને કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
વડોદરા જિલ્લાનો સાવલી તાલુકો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો.પરંતુ છેલ્લી ત્રણ ટર્મથી ભાજપે સાવલી તાલુકા પર કબજો કરી લીધો છે.કોંગ્રેસે આ તાલુકાના યુવા કોંગી આગેવાન સાગર કોકોને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ બનાવ્યા હતા.
આમ છતાં સાવલી તાલુકામાં કોંગ્રેસનું ધોવાણ રોકી શકાયું નથી.આજે કોંગ્રેસના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી લડયા હોય તેવા આગેવાનો,૧૦ થી વધુ ગામના સરપંચો,ડેપ્યુટી સરપંચો સહિતના આગેવાનોએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો અને કાર્યકરો સાથે ૧૫ બસો તેમજ અન્ય વાહનોમાં કમલમ ખાતે જઇ ભાજપનો ખેસ પહેર્યો હતો.જેની આગેવાની સાવલીના ધારાસભ્યએ લીધી હતી.