ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરવાના નામે યુવક સાથે 90 લાખની છેતરપિંડી

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરવાના નામે યુવક સાથે 90 લાખની છેતરપિંડી 1 - image

image : Freepik

વડોદરા,તા.20 ફેબ્રુઆરી 2024,મંગળવાર

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરવાના નામે રૂ.90 લાખની છેતરપિંડી થતાં સાયબર સેલે ગુનો દાખલ કર્યો છે.

આજવા રોડના રાજેશ્વર પાર્કમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા રોનક બારોટે પોલીસને કહ્યું છે કે, એપ્રિલ 2022 માં ફેસબુક પર કોઈન ગ્રોથ લિમિટેડ નામનું ટેલિગ્રામ ગ્રુપ જોઈ તેમાં એડ થયો હતો. આ ગ્રુપમાં માત્ર એડમીન જ મેસેજ મૂકી શકતા હતા. ગ્રુપમાં ઇન્વેસ્ટમેન્ટ અને નફાના સ્ક્રીનશોટ પણ જોવા મળતા હતા.

યુવકે કહ્યું છે કે, મેં ગ્રુપ જોઈને એડમીન સાથે વાત કરી હતી અને તેમણે મને 30 ટકા પ્રોફિટની ખાતરી આપી હતી.ત્યારબાદ તેમના કહેવા મુજબ બિયાન્સ નામની એપ ડાઉનલોડ કરી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું હતું અને ટ્રોનસ્કેન નામના વોલેટમાં મારી રકમ જમા કરવામાં આવતી હતી. આમ મારી પાસે તબક્કાવાર કુલ રૂ.90 લાખ જેટલી રકમ જમા કરાવવામાં આવી હતી.

પરંતુ ત્યારબાદ તેમનો સંપર્ક બંધ થઈ ગયો હતો તેમજ મારી રકમ કે પ્રોફિટ પણ પરત મળ્યા નથી. સાઇબરસેલે આ અંગે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News