સિંગોપોરમાં નોકરી અપાવવાના નામે કચ્છનો એજન્ટ વડોદરા આવી 9 યુવકો પાસે 7 લાખ પડાવી ગયો

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
સિંગોપોરમાં નોકરી અપાવવાના નામે કચ્છનો એજન્ટ વડોદરા આવી 9 યુવકો પાસે 7 લાખ પડાવી ગયો 1 - image

વડોદરાઃ સિંગાપોરમાં નોકરી અપાવવાના નામે ્ટ્રાવેલ એજન્ટે નવ યુવકો સાથે રૃ.૭ લાખની છેતરપિંડી કરી હોવાના બનાવ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે.

ખંભાતના કુંભારવાડા ટેકરા ખાતે રહેતા અને કલરકામ કરતા હિતેષભાઇ ખલાસીએ પોલીસને કહ્યું છે કે,મારા નજીકમાં રહેતા હેમંતભાઇ બે-ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ પર દુબઇ જઇ આવ્યા હોવાથી હું અને મારા મિત્રો પણ વિદેશજવા તૈયાર થયા હતા.પાડોશીએ ટ્રાવેલ એજન્ટ સુલતાન રમઝાલ સુમરા(તૈયબપુરા, માંડવી,કચ્છ)ને ઓળખતો હોવાની વાત કરી હતી.

પાડોશી એજન્ટને મળવા માટે જવાના હોવાથી હું અને મારા મિત્રો પણ વડોદરા રેલવે સ્ટેશનની બહાર એજન્ટને મળવા આવ્યા હતા.સુલતાને સિંગાપોરમાં નોકરી માટે વ્યક્તિ દીઠ રૃ.૮૦ હજાર નક્કી કર્યા હતા અને ૯ જણા પાસે પહેલાં રૃ.૧૦-૧૦ હજાર તેમજ ત્યારબાદ દરેક પાસે અલગઅલગ રકમ મળી કુલ રૃ.૭ લાખ લીધા હતા.

એજન્ટે એક વોટ્સએપ ગુ્રપ બનાવ્યું હતું અને તેમાં વર્ક પરમિટની ફાઇલ મૂકી રૃપિયા પડાવ્યા હતા.પરંતુ ત્યારબાદ તેણે સંપર્ક કાપી નાંખ્યો હતો.તપાસ કરતાં આ ફાઇલના ડોક્યુમેન્ટ પણ બોગસ જણાઇ આવ્યા હતા.સયાજીગંજ પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News