Get The App

પેટ્રોલપંપ પર હોર્ન વગાડવાના મુદ્દે તકરાર થતાં 10 થી 15 હુમલાખોરોનો ત્રણ યુવકો પર હુમલોઃ9 પકડાયા

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
પેટ્રોલપંપ પર હોર્ન વગાડવાના મુદ્દે તકરાર થતાં 10 થી 15 હુમલાખોરોનો ત્રણ યુવકો પર હુમલોઃ9 પકડાયા 1 - image

વડોદરાઃ સુભાનપુરા વિસ્તારના પેટ્રોલપંપ ઉપર ગઇરાતે ત્રણ મિત્રો પર ૧૦ થી ૧૫ના ટોળાંએ હુમલો કરવાના  બનેલા બનાવમાં ગોરવા પોલીસે નવ જણાને ઝડપી પાડયા છે.

દિવાળીપુરાના નર્મદાનગરમાં રહેતા સંજય રાજપૂતે પોલીસને કહ્યું છે કે,ગઇરાતે હું સ્કૂટર પર મારા  બે મિત્રો સોનુ દાંડગે અને જિતેન્દ્રને સુભાનપુરા રિલાયન્સ પેટ્રોલપંપની બહાર ઉભા રાખી પેટ્રોલ પુરાવવા ગયો હતો.

આ વખતે બાઇક પર પેટ્રોલ પુરાવવા આવેલો યુવક મારી પાછળ હતો અને સતત હોર્ન મારતો હોવાથી મેં તેને મારા સ્કૂટરમાં પેટ્રોલ પુરાય છે,હોર્ન કેમ વગાડે છે તેમ કહેતાં યુવકે ઝઘડો કરી મને માર માર્યો હતો.જેથી મેં નજીકમાં ઉભેલા મારા બે મિત્રોને  બોલાવ્યા હતા.

આ વખતે બાઇક સવાર યુવકે પણ તેના સાગરીતોને બોલાવી લીધા હતા.થોડી જ વારમાં ૧૦ થી ૧૫ જેટલા લોકો આવી ગયા હતા અને અમને ત્રણેયને માર માર્યો હતો.

ગોરવાના પીઆઇ કિરિટ લાઠીયાએ આ અંગે રાયોટિંગનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તેમજ વાહનોની વિગત સહિતની માહિતી મેળવી હતી.પોલીસે નવ આરોપીને ઓળખી કાઢી ધરપકડ કરી હતી. પકડાયેલાઓમાં નિરવ પરમાર,સૂરજ પરમાર, હિતેષ માહોર,મોહિત રાજુભાઇ,ધુ્રવરાજ નગીનભાઇ,કરણ પવાર,ચેતન માહોર,કૃણાલ પટેલ અને રોહિત ઠાકોર(તમામ રહે.સંતોષ નગર,સુભાનપુરા)નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News