Get The App

વડોદરા કોર્પોરેશનના આરોગ્ય ખાતા માટે 11 મહિના કરાર આધારિત 554 હેલ્થ વર્કરની ભરતી માટે ઓનલાઇન 9,922 અરજીઓ મળી

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનના આરોગ્ય ખાતા માટે 11 મહિના કરાર આધારિત 554 હેલ્થ વર્કરની ભરતી માટે ઓનલાઇન 9,922 અરજીઓ મળી 1 - image


- અરજીઓની સ્ક્રુટીની, શૈક્ષણિક લાયકાતના આધારે ચકાસણી, મેરીટ લીસ્ટ, ડોક્યુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરાશે

વડોદરા,તા.6 ડિસેમ્બર 2023,બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 11 મહિનાના કરાર આધારિત હંગામી ધોરણે 554 વર્કરની ભરતી કરવા માટે ઓનલાઇન અરજીઓ મગાવી હતી. આ અરજીઓ તારીખ 30 નવેમ્બર સુધી કરવાની હતી. જેમાં કોર્પોરેશન અને કુલ 9922 અરજીઓ મળી છે. 106 પબ્લિક હેલ્થ વર્કર માટે 4,474 અને પુરુષ ફિલ્ડ વર્કર માટે 5448 અરજીઓ મળી છે. આવેલી તમામ અરજીઓની સ્ક્રુટીની, મેરીટ લીસ્ટ તૈયાર કરવું, શૈક્ષણિક લાયકાત અપૂરતી હોય અથવા તો અયોગ્ય અરજી હોય તો તેનો નિકાલ, ડોક્યુમેન્ટ વેરીફીકેશન વગેરે પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરવામાં આવશે. જે ઉમેદવારો સિલેક્ટ થશે તેઓની કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે જરૂરિયાત મુજબ ફાળવણી કરાશે.

કોર્પોરેશન દર વર્ષે 11 મહિનાના કરાર આધારિત આ રીતે હંગામી ધોરણે ભરતી કરે છે. ચાલુ વર્ષે જે લોકોની ભરતી કરાઈ હતી તેની સમય મર્યાદા આગામી માર્ચમાં પૂર્ણ થાય, તે પહેલા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઓનલાઇન સિવાય બીજી કોઈ રીતે અરજીઓનો સ્વીકાર કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર નથી. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં બે ત્રણ મહિના સમય નીકળી જશે. જે દરમિયાન હાલના હેલ્થ વર્કરની મુદત પૂરી થાય તે પૂર્વે નવા હેલ્થ વર્કરનું સિલેક્શન કરી કામે લગાડી શકાશે. આ હેલ્થ વર્કરો વાહકજન્ય અને પાણીજન્ય રોગ નિયંત્રણની કામગીરી માટે ઘરે ઘરે જઈને દવાનો છંટકાવ, ફોગિંગ કરવું, સર્વે કરવો, સેમ્પલો લેવા, ફીવરનો સર્વે કરવો વગેરેની કામગીરી કરશે. હાલમાં 11 માસ કરાર આધારિત જે ભરતી કરવામાં આવી હતી તે માટે 12,804 અરજી મળી હતી. જેમાંથી પબ્લિક હેલ્થ વર્કરની 2,702 પુરુષ ફિલ્ડ વર્કરની 4013 અરજી મળી કુલ 6,715 ગેર લાયક ઠરી હતી. પસંદગી પામેલા કર્મચારીઓમાંથી બે પ્રયત્નએ 522 કર્મચારી હાજર થયા હતા અને બાકીના 32 ને હાજર થવા માટે ત્રીજી વખત યાદી પ્રસિદ્ધ કરી હતી.


Google NewsGoogle News