ગાંધીનગર જિલ્લામાં ૯,૭૪૮ મતદારો નવા ઉમેરાશે : ૨,૧૩૮ યાદીમાંથી કમી થઇ જશે
ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત કુલ ૨૨,૦૫૮ ફોર્મ ભરાયા
મતદારયાદીને ક્ષતિ રહિત બનાવવા મથામણઃનામ અને સરનામામાં સુધારા માટે ૯,૫૧૨ જેટલા ફોર્મ ભરાયા
આ ઝુંબેશ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં જાહેર રજા દિવસોએ પણ
મતદારયાદીમાં નામ નોંધવા માટે,
સુધારા વધારા કરવા માટે અથવા નામ કમી કરવા અંગેના ફોર્મ સ્વીકારવામાં આવ્યા
હતા.ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ
તા.૧૭, ૨૩ અને
૨૪મી નવેમ્બરના રોજ જાહેર રજાના દિવસે યોજાયેલા ખાસ ઝુંબેશના દિવસે જિલ્લાના તમામ
મતદાન મથકો ખાતે બીએલઓ હાજર રહ્યા હતા. આ
ઝુંબેશના ભાગરૃપે મતદારયાદીમાં નામ નોંધવા માટેના નવી નોંધણી માટે ૯,૭૪૮ ફોર્મ, આધાર - જોડણી
માટે ૬૬૦ ફોર્મ મળ્યા હતા,
જયારે યાદીમાંથી મૃત્યું સહિતના કિસ્સામાં નામ કમી કરવા માટે કુલ ૨,૧૩૮ ફોર્મ મળ્યા
હતા. આ ઉપરાંત જે મતદારો શિફ્ટિંગ થઈ ગયા છે અથવા જેને મતદારયાદીમાં પોતાના નામ
સરનામા સુધારા વધારા કરાવવા છે તેવા કુલ ૯,૫૧૨
ફોર્મ ભરાયાં હતાં.
આમ,
ગાંધીનગર જિલ્લામાં ગત શનિવાર અને રવિવારની જાહેર રજાના દિવસોએ યોજાયેલી ખાસ
ઝુંબેશના દિવસે મતદાર યાદીમાં નામ નોંધવા માટે, આધાર જોડવા માટે,
નામ રદ કરવા માટે અને શિફ્ટિંગ અથવા સુધારા વધારા કરવા માટે કુલ ૨૨,૦૫૮ જેટલા ફોર્મ
મળ્યા છે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.એન. પટેલ દ્વારા જણાવાયું છે.