કલોલના સઈજની કંપની સાથે 9.44 લાખ ની છેતરપિંડી
ઝીંક સલ્ફેટની ખરીદી કરવા રૃપિયા આપ્યા હતાં
છેતરપિંડી આચરનાર મહારાષ્ટ્રની કંપની સામે ફરિયાદ
કલોલ : કલોલના સઈઝ જીઆઇડીસી માં આવેલા કંપનીએ મહારાષ્ટ્રની કંપની પાસેથી માલ મંગાવ્યો હતો ત્યારે તેણે અલગ માલ મોકલ્યો હતો અને તે અલગ માલ તે પરત પણ લઈ ગયો હતો પણ મૂળ માલ આપ્યો નહોતો અને મૂલ માલ પેટે આપેલા પૈસા પણ પાછા આપ્યા ન હતા જેથી કંપનીના સંચાલક દ્વારા પોલીસ મથકમાં મહારાષ્ટ્રની કંપની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
કલોલના સઈઝ
જીઆઇડીસી માં આવેલા ર્શ્વેત કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મહારાષ્ટ્રના જલગાંવ
ખાતે આવેલ સરવય રસાયણ કંપની પાસેથી ઝીંક સલ્ફેટની ખરીદી કરવા માટે રૃપિયા ૯, લાખ ૪૪ હજાર
રૃપિયા ચૂકવ્યા હતા પણ કંપનીએ અલગ જ માલ મોકલ્યો હતો જેથી તેઓએ કંપનીનો સંપર્ક કરી
વિગત જણાવતા તેઓએ ભૂલથી માલ આવી ગયેલ કહી તે માલ પરત લઈ લીધો હતો પણ ઝીંક સલ્ફેટ
નો માલ તેઓએ મોકલ્યો ન હતો જેથી કંપની દ્વારા નવ લાખ ૪૪ હજાર રૃપિયા પરત માગવામાં
આવતા કંપની દ્વારા તેમને ચેક આપવામાં આવ્યો હતો જે ચેક ખાતામાં ભરતા પરત આવ્યો હતો
જેથી તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.