વડોદરાનો સમાવેશ થાય છે તે અજમેર ઝોનનું CBSE ધો.12 નું 89.53 અને ધો.10નું 93.60 ટકા પરિણામ
વડોદરાની મોટાભાગની શાળાઓનું 100 ટકા પરિણામ, હ્યુમિનિટિ પ્રવાહની વિદ્યાર્થિનીએ 99 ટકા ગુણ મેળવ્યા
વડોદરા : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) બોર્ડનું ધો.૧૦ અને ૧૨નું પરિણામ આજે જાહેર થયુ છે. બોર્ડનું ધો.૧૨નું ૮૭.૯૮ ટકા જ્યારે ધો.૧૦નું ૯૩.૬૦ ટકા પરિણામ આવ્યુ છે તેની સરખામણીમાં સીબીએસઇના જે ઝોનમાં વડોદરા આવે છે તે અજમેર ઝોનનું પરિણામ ધો.૧૨નું ૮૯.૫૩ ટકા અને ધો.૧૦ નું ૯૩.૬૦ ટકા છે.
વડોદરા શહેર અને જિલ્લામાં મળીને સીબીએસઇ બોર્ડની ૫૬ શાળાઓ છે જેમાં ૧૦,૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. સીબીએસઇ બોર્ડ દ્વારા સેન્ટર અને શાળા પ્રમાણે પરિણામ જાહેર કરવામાં આવતુ નથી પરંતુ શાળા સંચાલકોની ગણતરી પ્રમાણે આ વખતે વડોદરાનું ધો.૧૨ અને ૧૦નું પરિણામ ૯૦ ટકાની આસપાર રહ્યું છે. શહેર જિલ્લાની સીબીએસઇ બોર્ડની ૫૬ પૈકી મોટાભાગની શાળાઓએ ૯૫ થી ૧૦૦ ટકા રિઝલ્ટ પ્રાપ્ત કર્યુ છે.
નોંધપાત્ર બાબત એ છે કે ન્યુ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થિની મધુરા ભાવેએ ધો.૧૨ હ્યુમિનિટિમાં ૯૯ ટકા ગુણ પ્રાપ્ત કર્યા છે. તો ઉર્મિ સ્કૂલની પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિની ખુશાલી ચૌહાણે ધો.૧૨ આર્ટસમાં ૮૦ ટકા ગુણ મેળવ્યા છે. ખુશાલીનો જુડવા ભાઇ ખુશાલ પણ પ્રજ્ઞાાચક્ષુ છે તેણે ગત વર્ષે ધો.૧૦માં ૬૧.૬ ટકા ગુણ મેળવ્યા હતા.
સીબીએસઇ ધો.૧૨ (વિજ્ઞાાન પ્રવાહ)
૧) ધ્વની શાહ ૯૮.૬૦ નવરચના સમા
૨) કાર્તિક બંસલ ૯૮.૨૦ જીપીએસ અટલાદરા
૩) મહક બડજાત્યા ૯૮.૦૦ ન્યુ એરા સિનિયર સેકન્ડરી
૪)મિહિકા અગ્રવાલ ૯૭.૮૦ જીપીએસ અટલાદરા
૫) દિવા પટેલ ૯૭.૨૦ ન્યુ એરા સિનિયર સેકન્ડરી
૬) માહિર મોદી ૯૬.૨૦ ડીપીએસ
૭) હેલી બેરા ૯૬.૨૦ બ્રાઇટ ડે સ્કૂલ વાસણા
૮) અનુષ્કા જ્હા ૯૬.૨૦ સિગ્નસ વર્લ્ડ સ્કૂલ
૯) આર્યન ખુશવાહ ૯૬.૨૦ ઊર્મિ
૧૦) અદ્યા દવે ૯૬.૨૦ ડીપીએસ
સીબીએસઇ ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)
૧) મધુરા ભાવે ૯૯.૦૦ ન્યુ એર સિનિયર સેકન્ડરી સ્કૂલ (હ્યુમાનિટિઝ)
૨) લાવણ્યા કારકી ૯૮.૪૦ નવરચના સમા (હ્યુમાનિટિઝ)
૩) કનિષ્ક કડિયા ૯૮.૦૦ ન્યુ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલ
૪) આયુષ શર્મા ૯૬.૪૦ સિગ્નસ વર્લ્ડ સ્કૂલ
૫) અભિરવ કુલકર્ણી ૯૬.૪૦ ગુજરાત પબ્લિક સ્કૂલ
૬) જીવેશ શાહ ૯૫.૬૦ ઊર્મિ સ્કૂલ
૭) આર્ચી અગ્રવાલ ૯૫.૪૦ બ્રાઇટ ડે સ્કૂલ વાસણા
૮) અનુશ્રી ગાંધી ૯૫.૪૦ બ્રાઇટ ડે સ્કૂલ વાસણ
૯) અનેરી ટિલવા ૯૫.૪૦ નવરચના સમા
૧૦)દિવાસ ઉપાધ્યાય ૯૪.૬૦ ડીપીએસ
સીબીએસઇ ધો.૧૦
૧) તનુષ્ય કાર્થિક ૯૮.૪૦ નવરચના સમા
૨) આર્યા ઉપાસની ૯૮.૪૦ ડીપીએસ હરણી
૩) સાઇજીત નાયર ૯૮.૨૦ નવરચના સમા
૪) કંદરા શેઠ ૯૮.૦૦ બ્રાઇટ ડે ગદા સર્કલ
૫) પંક્તિ ખંડેલવાલ ૯૮.૦૦ ડીપીએસ હરણી
૬) જલધી શાહ ૯૭.૮૦ નવરચના સમા
૭) દિવ્ય ભવરા ૯૬.૭૦ સિગ્નસ વર્લ્ડ સ્કૂલ
૮) મૈત્રિ ધોળકીયા ૯૭.૬૦ આનંદ વિદ્યા વિહાર
૯) વીર શાહ ૯૭.૬૦ બ્રાઇટ ડે ગદા સર્કલ
૧) અહાન કારના ૯૭.૪૦ ડીપીએસ હરણી