નિવૃત્ત બેન્ક ઓફિસરને ઇન્વેસ્ટમેન્ટના નામે ફસાવી ઠગોએ 87 લાખ પડાવી લીધા
ઠગોએ બનાવેલા એકાઉન્ટમાં ૮૭ લાખ સામે ૪.૮૬ કરોડનું બેલેન્સ દેખાતું હતું
વડોદરાઃ હરણી વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેન્ક ઓફિસરને ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગોએ ફસાવી રૃ.૮૭ લાખ પડાવી લીધા હોવાનો બનાવ બનતાં સાયબર સેલે ગુનો નોંધ્યો છે.
નિવૃત્ત બેન્ક ઓફિસર શ્યામ ગોપાલ ભાઇએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૫મી જૂને સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં એક લિન્ક પર ક્લિક કરતાં મને ડી-૨૨૬ ગોલ્ડમેન ટ્રેડિંગ હબ ગુ્રપમાં જોઇન કરવામાં આવ્યો હતો.ત્યારબાદ તા.૭મીએ લાડિયા નામની લેડીનો ઇન્વેસ્ટમેન્ટની એડવાઇઝ માટે મેસેજ આવ્યો હતો.જેથી મેં ઇચ્છા દર્શાવતાં મને બીજા ગુ્રપમાં જોઇન કરવામાં આવ્યો હતો.
તેમણે બતાવેલી ટિપ્સ મુજબ શેર ખરીદતાં ફાયદો થયો હતો.જેથી મને વીાઇપી-૨૨ ગુ્રપમાં જોઇન કરવામાં આવ્યો હતો.મને ઇન્વેસ્ટમેન્ટના જુદાજુદા પ્લાન સમજાવવામાં આવ્યા હતા.જેથી મેં તેમના કહ્યા મુજબ ડીમેટ વગર એકાઉન્ટ ખોલાવ્યું હતું.તા.૨૪મી જૂનથી ૧૨ જુલાઇ દરમિયાન ૨૯ ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૃ.૮૭લાખ ઇન્વેસ્ટ કર્યા હતા.જેની સામે મારું બેલેન્સ રૃ.૪.૮૬ કરોડ દેખાડવામાં આવતું હતું.
નિવૃત્ત અધિકારીએ કહ્યું છેકે,તા.૮મી ઓગષ્ટે મેં રૃપિયા ઉપાડવા માટે કહેતાં મને રૃ.૨૪.૩૪ લાખ ભરવા પડશે તેમ કહેવામાં આવ્યું હતું.મેં મારો પ્રોફિટ કાઢીને ફક્ત મૂડી પરત કરવા માટે કહ્યું તો પણ તેમણે સેબીનો નિયમ છે તેમ કહી રૃપિયા ભરવાનો આગ્રહ રાખ્યો હતો.મેં રૃપિયા નહિ ભરતાં મને ગુ્રપમાંથી રીમૂવ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ કોર મેમ્બર બનીને ફરીથી ગુ્રપમાં જોઇન થવા માટે રૃપિયા ભરવા કહેવાયું હતું.
આમ,આજ સુધી મારા રૃપિયા પરત નહિ મળતાં મારી સાથે સાયબર ફ્રોડ થયો હોવાનું જણાઇ આવ્યું હતું.