બ્લેક ટ્રેપની ૮૨ લીઝો બંધ કરાતા ઇન્ફ્રાસ્ટ્ર્કચરના કામોને થનારી અસર

રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્રની પધ્ધતિનો અમલ કરવા ક્વોરી એસોસિએશનની મુખ્યમંત્રી સમક્ષ માંગણી

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
બ્લેક ટ્રેપની ૮૨ લીઝો બંધ કરાતા ઇન્ફ્રાસ્ટ્ર્કચરના કામોને થનારી અસર 1 - image

ડેસર તા.૧૮ ડેસર તાલુકાના ઉદલપુર  ,વરસડા, જાંબુગોરલ સહિત વિસ્તારમાં મોટામાં મોટો કવોરી ઉદ્યોગ આવેલો છે. તંત્ર દ્વારા બ્લેક ટ્રેપની લીઝો બંધ કરાતા કવોરી સંચાલકોને તો મોટો ફટકો પડયો છે પરંતુ તેના પર નભતા હજારો રોજગારને પણ અસર પડી છે તેની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ થંભી જાય તેમ મનાય છે.

બ્લેક ટ્રેપની લીઝોના એન્વાર્યમેન્ટ ક્લિયરન્સ સટફિકેટ ન હોવાના કારણે પથ્થર કાઢવા માટેની ખાણો બંધ કરી દેવામાં આવતા  સંચાલકો મુસીબતમાં મૂકાયા છે. ઉદલપુર અને આજુબાજુના વિસ્તારમાં કાળો પથ્થર મોટાભાગે નજીકની નદીઓમાંથી મળી રહે છે અને રાજ્ય સરકાર દ્વારા કાયદેસરની લીઝો આપવામાં આવેલ છે પરંતુ સરકારના નવા નિયમો મુજબ ખાણ કામ કરવા માટે પર્યાવરણની મંજૂરી (એન્વાર્યમેન્ટ સર્ટી) મેળવવું ફરજિયાત કરાયું છે.

લીઝ ધારકોએ  સમયસર અરજીઓ પણ કરી હતી પરંતુ ટેકનિકલ કારણોસર બ્લેક ટ્રેપ લીઝોના ઇસી  આજ સુધી મળ્યા નથી. વડોદરાના ભૂસ્તરશાસ્ત્રી દ્વારા ગત તા.૧૨મી જૂને એકાએક લીઝોના એટીઆર બંધ કરાતા ઉદલપુરની કુલ ૨૨ જેટલી લીઝો બંધ થઈ ગઈ હતી. ૨૨ લીઝો બંધ થતા કવોરી ઉદ્યોગમાં સન્નાટો છવાયો હતો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં મોટાપાયો નુકસાન થઈ રહ્યું છે. 

લીઝ માલિકો દ્વારા વડોદરા ખાતે કલેકટરને લેખિતમાં તા.૧૪ જૂને અરજી આપી રજૂઆત કરી હતી. અગાઉ તા.૪ માર્ચના રોજ કલેક્ટરને લેખિત અરજી કરાતા એક વર્ષ માટે મુદત વધારી આપવાની બાહેધરી પણ આપી હતી પરંતુ કોઈ સ્પષ્ટ નિકાલ ન આવતા આજે મધ્ય ગુજરાત કવોરી એસોસિયનનું એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવા પહોંચ્યું હતું.

રાજ્ય સરકારને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે વડોદરા જિલ્લામાં ૮૨ લીઝના એટીઆર લોક કર્યા છે તેમજ તા.૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ પછી ઇસીવાળી લીઝોના એટીઆર બંધ કરવા માટે નોટિસો આપવામાં આવી છે. જે લીઝો બંધ કરવામાં આવી છે તેના એટીઆર ચાલુ કરવામાં આવે અને ઇસીની પ્રક્રિયામાં આવતી અડચણો દૂર કરી રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર સરકાર જેવી પધ્ધતિનો અમલ કરવાની માંગણી કરી છે.




Google NewsGoogle News