ગાંધીનગર જિલ્લામાં સાયન્સનું 81.60 ટકા પરિણામ
વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત : વિજ્ઞાન પ્રવાહની
પરીક્ષા આપનાર ૪૬૨૦માંથી ૩૭૭૦ વિદ્યાર્થી પાસ
એ-૧ ગ્રેડમાં ૨૫ અને એ-૨ ગ્રેડમાં ૩૦૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો ઃ નાપાસ થયેલા ૮૬૨ વિદ્યાર્થીએ પુરક પરીક્ષા આપવાની રહેશે
ગત વર્ષે ધોરણ ૧૨માં એવા વિદ્યાર્થીઓ હતાં. જેમને વર્ષ
૨૦૨૧માં કોરોના કાળને લઇને ધોરણ ૧૦માં માસ પ્રોમશન આપવામાં આવ્યુ હતું. જેના કારણે
આ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા તો પ્રથમવાર જ આપી હતી. પરંતુ આ વર્ષે આવી કોઇ
સ્થિતિ ન હતી. કોરોના મહામારી જેવી ઓનલાઇન અભ્યાસમાં થતી ખલેલની સ્થિતિ પણ ન હતી.
વધારામાં જિલ્લા શિક્ષણ તંત્ર અને શાળાઓ દ્વારા તથા શિક્ષકોની સાથે વાલીઓ દ્વારા શૈક્ષણિક
કાર્યને લઇને વિશેષ ગંભીરતા દાખવવામાં આવી હતી. જેના કારણે સરવાળે ગાંધીનગર
જિલ્લાના પરિણામમાં નોંધપાત્ર વધારો નોંધવામાં આવ્યો છે.
બોર્ડના સુત્રો પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા માટે નોંધાયેલા ૪૬૩૨ વિદ્યાર્થીઓ પૈકીના ૪૬૨૦ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી અને આ પૈકીના ૩૭૭૦ વિદ્યાર્થીઓ પાસ અને ૮૬૨ વિદ્યાર્થીઓ નાપાસ થયાનું બોર્ડના પરિણામમાં જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની માહિતી પ્રમાણે આ સાથે ગાંધીનગર જિલ્લાનું પરિણામ ૮૧.૬૦ ટકા આવ્યું છે. જે ગત વર્ષે ૬૩.૬૦ ટકા પર અટક્યુ હતું. ચાંદખેડા કેન્દ્રમાં નોંધાયેલી ગાંધીનગરના રાયસણ સ્થિત બાપ્સ સ્વામીનારાયણ વિદ્યામંદિર અને ડો. બી. એન. પ્રજાપતિએ જણાવ્યુ હતું.