કારેલીબાગ મનસુરી કબ્રસ્તાન નજીક જુગાર રમતા ૮ ઝડપાયા

રોકડા ૩૩,૨૧૦ અને છ મોબાઇલ ફોન સહિત ૯૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
કારેલીબાગ મનસુરી કબ્રસ્તાન નજીક જુગાર રમતા ૮ ઝડપાયા 1 - image

વડોદરા,કારેલબાગ મનસુરી કબ્રસ્તાન નજીક નાળા  પાસે જુગાર રમતા આઠ જુગારીઓને પીસીબી  પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે જુગાર રમાડતા આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, કારેલીબાગ મનસુરી કબ્રસ્તાન કાગડા ચાલ પાસે નાળા નજીક મુનાફ સિન્ધી નામનો શખ્સ લોકોને ભેગા કરી જુગાર રમાડી રહ્યો છે. જેથી, પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા (૧) ઇકબાલ ગુલામમહંમદ શેખ ( રહે. મરિયમ પાર્ક, તાંદલજા) (૨) અરબાઝ અસલમભાઇ શેખ ( રહે. માળી મહોલ્લો, મકરપુરા) (૩) દિલાવર નૂરમહંમદ મલેક ( રહે. ધૂળધોયા વાડ, ફતેપુરા) (૪) સમીર અર્શદખાન પઠાણ ( રહે. મોતી નગર, હાથીખાના) (૫) ગ્યાસુદ્દીન મકસુદભાઇ ચૌહાણ (રહે.ગંગા નગર, ગોરવા) (૬) જયેશ ઉર્ફે જગ્ગુ અશોકભાઇ પવાર (રહે. વાડી ભાટવાડા) (૭) કિરણ ચંદ્રસિંહ પરમાર ( રહે. ગંગા નગર, ગોરવા) તથા (૮) દિપુ ડોમનભાઇ યાદવ ( રહે. યાદવ ચાલી, કોયલી) ને ઝડપી પાડયા હતા. જ્યારે મુનાફ સિન્ધીને વોન્ટેડ જાહેર કર્યો હતો.  પોલીસે રોકડા ૩૩,૨૧૦, છ મોબાઇલ ફોન કિંમત રૃપિયા ૬૦,૫૦૦ મળી કુલ રૃપિયા ૯૩,૭૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News