Get The App

પાર્ટ ટાઇમ જોબના બહાને છેતરપિંડીના બેન્ક એકાઉન્ટમાં 78 લાખના ટ્રાન્ઝેક્શન

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
પાર્ટ ટાઇમ જોબના બહાને છેતરપિંડીના બેન્ક એકાઉન્ટમાં 78 લાખના ટ્રાન્ઝેક્શન 1 - image

વડોદરાઃ પાર્ટ ટાઇમ જોબના બહાને લોકો પાસેથી રૃપિયા પડાવતી ગેંગના બેન્ક એકાઉન્ટમાં રૃ.૭૮ લાખના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હોવાની પોલીસને માહિતી મળી છે.

રિફાઇનરીમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા શાલીન છાજેરને ઓનલાઇન ટાસ્કના નામે ફસાવી ટોળકી દ્વારા રૃ.૮.૨૦ લાખ પડાવી લેવાના  બનાવમાં વડોદરા સાયબર સેલના પીઆઇ બીએન પટેલ અને ટીમે અગાઉ ચાર આરોપીને ઝડપી પાડયા હતા.જ્યારે બેન્ક એકાઉન્ટની કિટ અન્ય સાગરીતોને ફોરવર્ડ કરવાની ભૂમિકા બદલ જીત હરવહનભાઇ ભટ્ટ (રહે.આશાપુરા માતાનો ખાંચો, આસટોડિયા, અમદાવાદ) તથા તેની ગર્લફ્રેન્ડ આકાંક્ષી કોલિનકુમાર મહાદેવીયા ( રહે. ઠોઠની  પોળ, રાયપુર, આસટોડિયા,અમદાવાદ)ને ઝડપી પાડતાં કોર્ટે તેમને જ્યુ.કસ્ટડીમાં મોકલી આપ્યા છે.આમ,આ કિસ્સામાં અત્યાર સુધી કુલ છ આરોપી પકડાયા છે.

આરોપીઓની પૂછપરછ દરમિયાનં પોલીસને વધુ કેટલાક આરોપીઓના નામો મળ્યા છે.જેથી નેટવર્કના મૂળ ખૂબ ઉંડા હોવાનું મનાય છે.ગેંગ દ્વારા પાંચ જેટલા બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવતા હોવાની પણ માહિતી મળતાં તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News