50 વર્ષની મહિલા પર બળાત્કાર ગુજારનાર 74 વર્ષના વૃધ્ધનો પોટેન્સી ટેસ્ટ નહિ થતાં અમદાવાદ લઇ જવાશે
વડોદરાઃ સયાજીગંજ વિસ્તારની હોટલમાં રાજકોટની ૫૦ વર્ષીય મહિલા પર બળાત્કાર ુગુજારનાર નાગપુરના વૃધ્ધ એન્જિનિયરને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.
રાજકોટની મહિલાએ કહ્યું હતું કે, મેટ્રિમોનિયલ સાઇટ પરથી તેનો સંપર્ક હરિપ્રસાદ જગન્નાથ રાઠી(એલઆઇજી-૫૬, વીએચ બી કોલોની,શાંતિનગર,નાગપુર) સાથે થયો હતો.બંને વચ્ચે લગ્ન માટે વાતચીત થયા બાદ વોટ્સએપ પર પણ ચેટિંગ થયું હતું.
નાગપુરના નિવૃત્ત એન્જિનયરે મહિલા સાથે લગ્ન પહેલાં મુલાકાત કરવાની ઇચ્છા દર્શાવી હતી અને વડોદરા સ્ટેશન પાસેની પ્રેસિડેન્ટ હોટલમાં બે દિવસ રૃમ બુક કરાવ્યો હતો.ત્યારબાદ તેણે બળાત્કાર ગુજાર્યો હતો.જેથી મહિલાની ફરિયાદને પગલે સયાજીગંજના પીઆઇ ઝેડએન ધાસુરા અને ટીમે વૃધ્ધની ધરપકડ કરી કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,વૃધ્ધને પોટેન્સી ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.પરંતુ સ્પર્મનો નમૂનો નહિ મળતાં હવે તેને અમદાવાદ લઇ જવામાં આવશે.તેનો મોબાઇલ પણ કબજે કરવામાં આવ્યો છે અને એક મુલાકાત માટે બે દિવસ સુધી રૃમ બુક કરવા પાછળના ઇરાદા અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.