સયાજી હોસ્પિટલમાં એક વર્ષમાં નાની મોટી 730 પ્લાસ્ટિક સર્જરી કરાઇ
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના લોકો વિના મૂલ્યે વધુ લાભ લે છે
વડોદરા તા.14 તા.૧૫ મી જુલાઇના રોજ વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસની ઉજવણી થાય છે ત્યારે સયાજી હોસ્પિટલ નો પ્લાસ્ટિક સર્જરી વિભાગ દેશના મોટા સરકારી દવાખાનાઓમાં સહુ થી જૂના વિભાગોમાં એક છે.એટલે કે સયાજી નો આ વિભાગ દેશમાં સરકારી વ્યવસ્થા હેઠળ પ્લાસ્ટિક સર્જરી ની સુવિધા સુલભ બનાવનારા સહુ થી પહેલા વિભાગોમાં એક છે.
પ્લાસ્ટિક સર્જરી વિભાગ ૨૪ કલાક અને સાતેય દિવસ કાર્યરત રહે છે . આ વિભાગના વડા જણાવે છે કે પ્લાસ્ટિક સર્જરી ખાનગી દવાખાનાઓમાં ખૂબ મોંઘી અને સંપન્ન વર્ગો ને જ પોસાય તેવી હોય છે ત્યારે અમારો વિભાગ વિનામૂલ્યે નિદાન અને સારવાર દ્વારા તેને સર્વ સુલભ બનાવે છે.છેલ્લા બે થી ત્રણ વર્ષ થી અમારો વિભાગ સરેરાશ માસિક ૬૦ થી ૭૦ જેટલી પ્લાસ્ટિક સર્જરી કરે છે અને છેલ્લા વર્ષમાં ૭૩૦ જેટલી નાની મોટી પ્લાસ્ટિક સર્જરી આ વિભાગમાં કરવામાં આવી છે.
અમે ઓપિડીમાં સરેરાશ દૈનિક ૭૦ થી ૮૦ જેટલા દર્દીઓ નું પરીક્ષણ કરીએ છે.