જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં 7181 કેસોનો નિકાલ કરાયો
૧૦૩૮ કેસોનો સમાધાનથી ઉકેલ લાવવામાં આવ્યો
મોટર અકસ્માતના ૬૦ કેસોમાં સમાધાન કરાવીને ૫.૨૮ કરોડનું વળતર ચૂકવવા આદેશ કરાયો
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તથા પેટ્રોન ઇન સુનિતા
અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લાની તમામ જિલ્લા અદાલત અને તાલુકા
અદાલતમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને ગાંધીનગરના પ્રિન્સિપાલ
ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ હિતા આઇ. ભટ્ટની અધ્યક્ષતામાં ગઈકાલે નેશનલ લોક
અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેશનલ લોક અદાલતમાં મોટર અકસ્માતના ૬૦
કેસોનો સમાધાનથી નિકાલ કરીને રૃ. ૫.૨૮ કરોડ રૃપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં
આવ્યો હતો અને અન્ય ૧૦૩૮ કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો.
સ્પેશિયલ સીટીંગમાં
૩૦૮૮ ફેસલા કરવામાં આવ્યા હતા અને પ્રિ- લિટીગેશન લોક અદાલતમાં કુલ ૨૯૯૫ કેસનો
સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રકારે કુલ ૭૧૮૧ કેસમાં સમાધાન થયું હતું. આ
કેસોમાં સમાધાન કરવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એમ.જે. ગઢવી
દ્વારા વિવિધ મીટીંગોનું આયોજન કરીને વધુ ને વધુ કેસોનો સમાધાનથી નિકાલ થાય તેવા
પ્રયત્ન કરવામાં આવ્યા હતા.