વડોદરા : સુરસાગર તળાવમાં 16 દિવસમાં 700 લોકોએ બોટિંગની મજા માણી
- હાલમાં ચાર પેડલ બોટ અને એક સેફટી માટે સ્પીડ બોટ રાખવામાં આવી છે
- હજુ બોટની સંખ્યા વધારશે
વડોદરા,તા.7 નવેમ્બર 2022,સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક સુરસાગર તળાવમાં તારીખ 21 ઓક્ટોબરની સાંજથી બોટીંગ સુવિધા શરૂ કરવામાં આવીછે. બુટિંગ સુવિધા શરૂ થયાને 16 દિવસ થયા છે. જે દરમિયાન અત્યાર સુધીમાં આશરે 700 લોકોએ બોટિંગ ની મજા માણી છે. સુરસાગર તળાવમાં વર્ષો બાદ સહેલાણીઓ માટે બોટિંગ સુવિધા શરૂ થઈ છે. વર્ષો અગાઉ સુરસાગરમાં હોડી દુર્ઘટના સર્જાયા બાદ બોટીંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. વર્ષો પૂર્વેની હોડી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે પૂરતી સુરક્ષા સાથે બોટિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. બુટિંગના સંચાલકના કહેવા અનુસાર સહેલાણીઓ માટે લાઈફ જેકેટ ફરજિયાત રાખવામાં આવ્યું છે. હાલમાં ચાર પેડલ બોટ છે અને એક સ્પીડ બોટ સેફટી માટે રાખવામાં આવી છે. સહેલાણીઓની સંખ્યા વધશે એટલે હજુ બીજી બે ત્રણ બોટ લાવવામાં આવશે. સવારે 10 થી સાંજે 7 સુધી ચાલુ રાખવામાં આવતી આ બોટિંગ સુવિધા દરમિયાન તળાવમાં સહેલાણીઓ બોટમાં 25 મિનિટનું એક ટ્રીપમાં બોટિંગ કરે છે.