Get The App

70 લાખ રોકડ રકમની ઠગાઈનો ભેજાબાજ માંગરોળ પાસે હેર સલૂનની દુકાનમાંથી ઝડપાયો

Updated: May 4th, 2024


Google NewsGoogle News
70 લાખ રોકડ રકમની ઠગાઈનો ભેજાબાજ માંગરોળ પાસે હેર સલૂનની દુકાનમાંથી ઝડપાયો 1 - image


Vadodara Crime News : વડોદરા કરજણ નેશનલ હાઇવે પર આવેલી પોર પેલેસ હોટલ અને બામણગામ ગ્રામ પંચાયતની ઓફિસ પાસે ભેજાબાજએ સ્વામિનારાયણ મંદિરની ચલણી નોટો 7% કમિશનની લાલચ આપી બદલવા માટે કેટલીક વ્યક્તિઓને બોલાવ્યા હતા. બાદમાં ભેજાબાજો સ્વામિનારાયણ મંદિરના 70 લાખ રૂપિયા રોકડા પડાવીને ભાગી ગયા હતા થોડા સમય બાદ છેતરપિંડીનો ભોગ થયો હોવાની જાણ થતા આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા આઠ મહિનાથી 70 લાખ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં બાદશાહ ઉર્ફે બસીર રાજેશાબ પટેલ રહે-શાન રેસીડેન્સી, માંગરોળ જિલ્લો, સુરત વોન્ટેડ હતો. દરમિયાન જિલ્લાના પેરોલ ફર્લો સ્કવોડને માહિતી મળી હતી કે બાદશાહ ઉર્ફે બસીર માંગરોળ મોસાલી ચોકડી પાસે આવવાનો છે જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી મોસાલી ચોકડી પાસે શ્રી પ્રમુખ હેર સલૂન નામની દુકાનમાંથી બાદશાહને ઝડપી પાડ્યો હતો.


Google NewsGoogle News