વડોદરામાં ડભોઇ રોડ પર વુડાના બંધ મકાનમાંથી 70 હજારની મતાની ચોરી
image : Freepik
વડોદરા,તા.1 ડિસેમ્બર 2023,શુક્રવાર
વડોદરામાં ડભોઇ રોડ પર આવેલા વુડાના બંધ મકાનને તસ્કરોએ નિસાન બનાવી તિજોરીમાં મુકેલા સોનાના દાગીના અને રોકડા 50 હજાર મળી 70 હજારની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેથી મકાન માલિક મહિલાએ ચોરી ફરિયાદ નોંધાવાત પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડભોઇ રોડ પર આવેલા વુડાના મકાનમાં રહેતા મંજુલાબેન દલપતભાઇ બારિયાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે ગત 27 નવેમ્બરના રોજ સવારના આશરે અગિયાર વાગ્યે મારી દીકરી દિપીકા મારા વુડાના મકાનમાં હાજર હતી અને મારા પતિ અને મારા પિતાજી મારા દીકરાના વાઘોડીયાવાળા મકાન ઉપર હતા. જેથી મારી દીકરી મકાનના દરવાજાને તાળુ મારી વાઘોડીયા ખાતે જતી રહી હતી. બીજા દિવસે એટલે કે 28 નવેમ્બરના રોજ સવારના સાતેક વાગ્યે હુ અને મારી દીકરી વુડાના મકાન ખાતે આવ્યા હતા ત્યારે મકાનના દરવાજાનુ હેન્ડલ તુટેલુ હતુ અને દરવાજો ખુલ્લો હતો. જેથી ઘરના રૂમમાં જઇને તપાસ કરતા તીજોરી ખુલ્લી હતી અને તીજોરીનો અંદરનો સામાન સહિતની ઘરવખરી વેર વિખેર હાલતમાં પડેલી હતો. તિજોરીના ચોરખાનામાં તપાસ કરતા અંદર મુકેલા સોનાના દાગીના અને રોકડા રૂ.50 હજાર મળી રૂા.70 હજારની મત્તા ગાયબ હતી. જેથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી ફરાર થઇ ગયા ગયા હતા. જેથી પોલીસે મહિલાના ફરિયાદના આધારે તસ્કરોનું પગેરું મેળવાની તજવીજ હાથ ધરી છે.