Get The App

બર્થડે ની ઉજવણી દરમિયાન પથ્થર મારો, તલવારથી હુમલો થતા ૭ ને ઇજા

આરોપીઓઓ કરેલા પથ્થરમારાના કારણે વાતાવરણ તંગ : મકાનનો દરવાજો તૂટી ગયો

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News

 બર્થડે ની ઉજવણી દરમિયાન પથ્થર મારો, તલવારથી હુમલો થતા ૭ ને ઇજા 1 - imageવડોદરા,દંતેશ્વર અનુપમ નગરમાં ગઈકાલે રાત્રે બર્થ ડે ની ઉજવણી દરમિયાન મારા મારી થતા પથ્થર મારો થયો હતો. બંને પક્ષે તલવાર જેવા ધારદાર હથિયારથી સામ સામે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૭ લોકોને ઈજા થઈ હતી. મકરપુરા પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

દંતેશ્વર અનુપમ નગરમાં રહેતા દિપકભાઈ ભલાભાઇ પઢીયાર ડ્રાઇવિંગ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૬ તારીખે મારો જન્મદિવસ હતો. પરંતુ, હું બહારગામ કામ અર્થે ગયો હોવાથી બીજા દિવસે જન્મદિનની ઉજવણી કરવા માટે અમે પરિવારના સભ્યો તથા સંબંધીઓ ભેગા થયા હતા. રાત્રે સાડા આઠ વાગ્યે  અમે જમવાની તૈયારી કરતા હતા. તે સમયે અમારા શેરીમાં રહેતા મયૂર વસાવાએ મને ફોન કરીને બહાર મળવા બોલાવતા હું ગયો હતો. મયૂરે મને કહ્યું કે, તમે કેમ બપોરે મને ગાળો બોલતા હતા . જેથી મેં મયૂરને કહ્યું હતું કે, તું પેલી છોકરી સાથે વાતચીત કેમ કરતો હતો ? મારી વાત સાંભળીને મયૂરે મને ધમકી આપી કીધું હતું કે , તમારાથી થાય તે કરી લો. હું તમને જાનથી મારી નાંખીશ. મયૂરને મેં ગાળો બોલવાની ના પાડતા મયૂર અને તેની સાથે આવેલા તેના મિત્રો રાહુલ ભરવાડ, બૌવો તથા રવિ અને અન્ય પાંચ જણાએ ભેગા થઈને મારા પર હુમલો કર્યો હતો. હું દોડીને મારા ઘર તરફ આવી જતા આરોપીઓએ છુટ્ટી ઈંટો મારી હતી  અને ડંડાથી મને માર માર્યો હતો. મારી ભાણીને માથામાં ઈટ વાગતા ટાંકા આવ્યા છે .મારા ભાણીયાને પગમાં તલવારથી ઈજા થઈ હતી .મારા ભાભી, અન્ય ભાણી અને ભાઈને ઈજા થઈ હતી. આરોપીઓએ મારા ઘર પર પથ્થર મારો કરતા દરવાજો તૂટી ગયો હતો. અમે બૂમાબૂમ કરતા તેઓ ભાગી ગયા હતા.



ઝઘડો થતા ઉભા રહેલા યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો

 વડોદરા,મારામારીના બનાવમાં સામે પક્ષે રાહુલ દેહુરભાઈ ભરવાડે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  ગઈકાલે રાત્રે સાડા આઠ  વાગ્યે હું મારા ઘરેથી પડીકી ખાવા જતો હતો તે સમયે દિપકભાઈના ઘરે ટોળું હોવાથી હું  ત્યાં ઉભો રહ્યો હતો. ત્યાં ઝઘડો થતો હોવાનું મને જાણવા મળ્યું હતું. ત્યારબાદ દિપકભાઈ ના ભાઈ હિતેશભાઈ અચાનક મારી પાસે આવીને ગાળો આપી મને ત્યાંથી જતા રહેવા માટે જણાવ્યું હતું. મેં તેઓને કહ્યું કે મારો કોઈ વાંક નથી તમે શું કામ ગાળો બોલો છો ? ત્યારે ઉશ્કેરાઇને મને માર માર્યો હતો. દરમિયાન હિતેશભાઈના ભાઈ આવી જતા તેમણે પણ મારી સાથે ઝઘડો કરી મારા મારી કરી હતી. તેઓએ કોઈ ધારદાર હથિયાર મારા માથાના પાછળ ના ભાગે મારી દીધું હતું.


Google NewsGoogle News