વડોદરા નજીક દરજીપુરા હાઇવે પર છકડા પર કન્ટેનર ફરી વળતા 10 લોકોના મોત , 7 ઘાયલ
વડોદરા,તા.04 ઓક્ટોબર 2022,મંગળવાર
વડોદરા નજીક સુરત અમદાવાદ હાઈવે પર આજે બપોરે કન્ટેનર અને છકડા વચ્ચે થયેલા અકસ્માતમાં બે બાળક સહિત છના મોત નીપજા હોવાનો પ્રાથમિક અહેવાલ છે.
કારને બચાવો જતા કન્ટેનરના ચાલકે કાબુ ગુમાવ્યો
દરજીપુરા નજીક હાઇવે પર આજે બપોરે 12 વાગ્યાના અરસામાં બનેલા બનાવની પ્રાથમિક વિગત એવી છે કે, સુરત તરફથી આવી રહેલું કન્ટેનર અમદાવાદ તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન દરજીપુરા બ્રિજ પાસે કારને બચાવવા જતા કન્ટેનર ના ચાલાકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.
પેસેન્જર ભરેલા છકડાને રોંદી કન્ટેનર એરફોર્સની વોલ માં ઘૂસી ગયું
બનાવ બન્યો ત્યારે ઉપરોક્ત સ્થળે વાહનોની સતત અવાર-જવર ચાલુ કન્ટેનરના ડ્રાઈવરે પસાર થતાં પેસેન્જર ભરેલા એક છકડાને અડફેટમાં લીધો હતો અને ત્યારબાદ ટેન્કર અને છકડો રસ્તાની એક બાજુએ ઉતરી જઈ એરફોર્સની કમ્પાઉન્ડમાં ઘૂસી ગયા હતા.
પાંચ જ મિનિટમાં ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ
અકસ્માતનું બનાવ બન્યો ત્યાંથી અડધો કિલોમીટરના અંતરે ફાયર બ્રિગેડ નું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર આવેલું છે. જેથી એક રાહદારીએ રૂબરૂ પહોંચી ફાયર બ્રિગેડના જવાન જશુભાઈ વાઘેલાને બનાવવાની જાણ કરી હતી. તેમણે પાણીગેટ ફાયર સ્ટેશનના ઓફિસર અમિત ચૌધરીને જાણ કરતા પાંચ મિનિટના ગાળામાં જ બંને ટીમો સ્થળ પર પહોંચી હતી.
બે બાળક સહિત 7 ના મોત, પતરા કાપી 4 ને બચાવી લીધા
ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ત્યારે કેટલાક લોકો છકડામાં જીવતા હતા જ્યારે કેટલાક લોકો ના ચગદાઈ જવાથી મોત દિવ્યા હતા. પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ મરનારમાં બે બાળકો સહિત સાથ નો સમાવેશ થાય છે. ફાયર બ્રિગેડ દ્વારા કટર વડે છકડાના પતરા કાપીને સૌથી પહેલા ચાર ઇજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.
એરફોર્સની દિવાલ તૂટી, એરફોર્સની ટીમો મદદે આવી
કન્ટેનરનો ચાલકેમ એટલી પૂર ઝડપે કન્ટેનર ચલાવતો હતો કે કન્ટેનર રસ્તાની નીચે ઉતરીને 20 ફૂટ દૂર એરફોર્સની દીવાલ તોડી અંદર ઘૂસી ગયું હતું. બનાવની ગંભીરતા જોતા એરફોર્સની ટીમ પણ ફાયર બ્રિગેડની મદદમાં આવી હતી. બનાવના સ્થળે ટોળા જમ્યા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેથી પોલીસની ટીમો વાહન વ્યવહાર રાબેતા મુજબનો કરવાના કામમાં લાગી હતી. મૃતકોના નામ ઠામ જાણવા નહીં મળ્યા હોવાથી પોલીસ વાહનના નંબરને આધારે તેમજ સામાન ચેક કરી મૃતકોની ઓળખ કરી રહી છે.