આજથી ૬૭મી રાષ્ટ્રીય શાળાકીય બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન
દેશના જુદા જુદા રાજ્યોની ૩૪ ટીમોના ૮૭૦ ખેલાડી ભાગ લેશે
વડોદરા,૬૭મી નેશનલ સ્કૂલ ગેમ્સ બેડમિન્ટન અન્ડર ૧૭ બોયઝ એન્ડ ગર્લ્સ ચેમ્પિયનશિપ વડોદરાના ડિસ્ટ્રિકટ સ્પોર્ટસ કોમ્પલેક્સ, વાઘોડિયા રોડ, પરિવાર ચાર રસ્તા ખાતે તા.૧૭થી શરૃ થવાની છે. જે તા.૨૧ સુધી ચાલશે.
તા.૧૭ના રોજ સવારે ૧૦ વાગ્યે ઉદઘાટન સમારોહ, સાંસ્કૃતિક સમારોહ બાદ પ્રથમ સ્પર્ધા થશે. તા.૧૭ થી ૨૧ સુધી સવારે અને સાંજે સ્પર્ધા થશે. તા.૨૧ની સવારે ફાઇનલ સ્પર્ધા રમાશે, અને સાંજે ૪ વાગ્યે પૂર્ણાહુતિ સમારોહ યોજાશે. આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ૩૪ ટીમોના ૮૭૦થી વધુ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.