Get The App

નેશનલ હાઇવે પર મુસાફરી મોંઘી બની કરજણ પાસેના ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં 67 ટકા જેટલો વધારો

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
નેશનલ હાઇવે પર મુસાફરી મોંઘી બની કરજણ પાસેના ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં 67 ટકા જેટલો વધારો 1 - image

National Highway Toll Plaza :  વડોદરા-ભરૂચ વચ્ચેના નેશનલ હાઇવે નંબર-48 પર કરજણ નજીક ભરથાણા ગામ પાસેના ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં 67 ટકા જેટલો વધારો કરી દેવાયો છે. કાર માટે અત્યાર સુધી રૂ.105 વસૂલવામાં આવતા હતા પરંતુ હવે રૂ.155 વસુલાશે.

ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ આ ટોલ પ્લાઝા પરથી રોજ હજારો વાહનોની અવરજવર ભરૂચ, સુરત તેમજ મુંબઇ જવા માટે તેમજ વડોદરા તરફ આવવા માટે થતી હોય છે. સિક્સ લેન રોડ પર ભરથાણા ટોલ પ્લાઝા પર આજે રાત્રે 12 વાગ્યાથી જ ટોલના દરમાં વધારો કરી દેવાયો છે. આ ટોલ પ્લાઝા પર હવે નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા નક્કી કરવામાં આવેલા નવા દર મુજબ ટોલની વસૂલાત કરાશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા તા.1 જુલાઇ 2021માં ટોલના દરોમાં વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષથી વધારો કરાયો ન હતો પરંતુ હવે ટોલના દરોમાં વધારો કરાતા નવા દર મુજબ વાહનચાલકો પાસેથી ટોલની વસૂલાત કરવામાં આવશે. 

સામાન્ય સંજોગોમાં આ ટોલ પ્લાઝા પર ટોલના દર જુલાઇથી અમલમાં આવતા હોય છે પરંતુ આ વખતે જુલાઇ માસ વિતી ગયા બાદ છેક નવેમ્બરમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. ભરથાણા ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના અંતરમાં રહેતી વ્યક્તિઓ માટે માસિક પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના માટે માસિક પાસ રૂ.340નો રહેશે.

ભરથાણા ટોલ પ્લાઝા પર જૂના તેમજ નવા ટોલના દરો

વાહનનો પ્રકારજૂના દર (રૂ.)નવા દર (રૂ.)રિટર્ન(રૂ.)
કાર, જીપ, વાન105155230
મિનિ બસ180245370
ટ્રક, બસ360515775

ટોલ પ્લાઝા પર બેથી વધારે એક્સેલ કોમર્શિયલ વાહનો માટે અત્યાર સુધી રૂ.580 ટોલની વસૂલાત થતી હતી પરંતુ હવે દરેક એક્સેલ વાહનો માટે અલગ અલગ ટોલના દરો નક્કી કરાયા છે.


Google NewsGoogle News