Get The App

ચૂંટણી સ્ટાફને લાવવા અને મૂકવા ૬૬૦ વાહનો વપરાશે

જિલ્લામાં ૨૮૪ રૃટ છે : સ્ટાફ માટે ૨૪૭ મોટી બસો મૂકાશે

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
ચૂંટણી સ્ટાફને લાવવા અને મૂકવા ૬૬૦ વાહનો વપરાશે 1 - image

વડોદરા,લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર નિયત થયા બાદ મતદાનકર્મીઓને તેમના બૂથ સુધી પહોંચાડવા અને ફરી પાછા લાવવા માટે ૬૬૦ જેટલા વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

ડિસ્પેચિંગ સેન્ટર ખાતે મતદાનકર્મીઓ ચૂંટણીને લગતી સામગ્રી મેળવી લે તે બાદ તેમને સોંપાયેલા મતદાન મથક સુધી જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવે છે. સામાન્ય રીતે એક સ્થળે જ મતદાન મથક પાછલી ઘણી ચૂંટણીઓથી ચાલતું હોય છે. એટલે રૃટમાં ફેરફાર થવાનો અવકાશ હોતો નથી. હાલ કરજણ અને ડભોઈ મત વિસ્તારમાં કેટલાક રૃટો લાંબા છે. કરજણથી શિનોર તાલુકાના છેલ્લા ગામમાં અને ડભોઈથી તેના છેલ્લા ગામમાં જતો રૃટ લાંબો હોય છે. સાવલીમાં ૨૩, વાઘોડિયામાં ૩૫, ડભોઈમાં ૨૯, વડોદરા શહેર બેઠકમાં ૩૦, સયાજીગંજમાં ૩૦, અકોટામાં ૨૩, રાવપૂરામાં ૨૯, માંજલપૂરમાં ૨૨, પાદરામાં ૩૨ અને કરજણમાં ૩૧ રૃટ છે. વડોદરા જિલ્લામાં આવા કુલ રૃટની સંખ્યા ૨૮૪ છે.

૬૬૦ વાહનોની વ્યવસ્થા કરી છે, તેમાં ૨૪૭ મોટી બસ, ૯૨ મિનિબસ, ૩૨૧ જીપનો સમાવેશ થાય છે. મોટી અને મિનિ બસો મોટા ભાગે એસટી દ્વારા ફાળવવામાં આવશે.


Google NewsGoogle News