વડોદરામાં ફતેગંજના વેપારી સાથે પંજાબ અમૃતસરના બે ઠગો દ્વારા 65.62 લાખની છેતરપિંડી

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
વડોદરામાં ફતેગંજના વેપારી સાથે પંજાબ અમૃતસરના બે ઠગો દ્વારા 65.62 લાખની છેતરપિંડી 1 - image

image : Freepik

વડોદરા,તા.3 નવેમ્બર 2023,શુક્રવાર

વડોદરાના ફતેગંજમાં મોબાઈલના દુકાન ધરાવતા વેપારીએ પંજાબ અમૃતસરના બે વેપારીએ ઓર્ડર આપતા રૂ.65.62 લાખના 308 મોબાઈલ વેચાણ માટે મોકલ્યા હતા. પરંતુ બંને જણાંએ માત્ર 68 મોબાઇલની રકમ ચૂકવી હતી જ્યારે 240 મોબાઇલનું પેમેન્ટ માટે વારંવાર કહેવા છતા રૂપિયા ચુકવતા ન હતા જે મોબાઈલ પરત નહીં આપી છેતરપિંડી આચરી હતી. જેથી વેપારીએ પંજાબના બંને ઠગો સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

શહેરના ફતેગંજ સેવન સીઝ મોલની પાછળ નીલ ટેસ સોસાયટીમાં રહેતા મોહમદ મતીન અહેમદ સ/ઓ રીયાજ ઉદ્દીન કાદરીએ ફરીયાદ નોંધાઈ છે કે ફતેગંજ નરહરી હોસ્પીટલ પાસે કેમ્સ કોર્નર બીલ્ડીગમાં બ્લુબેરી નામની નવા મોબાઇલ ફોનની લે વેચ કરવાની કામગીરી કરૂ છુ. અમારી ઓફીસમા નવા મોબાઇલ અલગ અલગ જગ્યાએથી મંગાવીએ છીએ અને ઓર્ડર મુજબ કુરીયર મારફતે સપ્લાય કરવામા આવે છે. આજથી આશરે દોઢ વર્ષ પહેલા પંજાબ અમ્રુતસરમાં આવેલ ઇનાયત ઇલેકટ્રોનીકસના માલીક નામે વિશાલ મહાજન તથા વિનય ઢીંગરા ધંધાના કારણે અમારા પરીચયમા આવ્યા હતા અને તેઓ પણ અમારી માફક નવા મોબાઇલનો લે વેચનો ધંધો કરતા હોય જેથી અમારે તેઓની સાથે ઓળખાણ થઈ હતી. વર્ષ 2022માં પાંચેક વખત તેઓની પાસેથી અલગ અલગ કંપનીના નવા મોબાઇલ ફોન મંગાવેલ અને તે મંગાવેલ ફોનનુ તમામ બીલના નાણા અમોએ જે તે સમયે તેઓને આપી દિધેલ હતુ. ત્યારબાદ મહાજન તથા વિનય ઢીંગરાએ અમને ફોન તથા મેસેજ કરી તેઓને નવા એમ.આઇ. કંપનીના મોબાઇલની જરૂર છે મોકલી આપવા જણાવ્યું હતું. જેથી અમે તા.19/04/2023 ના રોજ એમ.એઇ. કંપનીના કિંમત 31,85,000ના 150 મોબાઇલ ફોન અમારી દિલ્હી ખાતે આવેલ વેર હાઉસથી કુરીયર મારફતે મોકલી આપ્યા હતા. ત્યારબાદ તા.22/04/2023 ના રોજ અન્ય 158 મોબાઇલ ફોન કિ.રૂ.33,77,500 મોકલી આપ્યા હતા. આમ કુલ રૂપીયા 65,62,500 ના મોબાઇલ ફોન તેઓને મોકલી આપતા પેમેન્ટ મને બે-ત્રણ દિવસમા મોકલી આપવા કહ્યું હતું. તેમ છતાં બે ત્રણ દિવસમા અમોએ આપેલ મોબાઇલ ફોનના નાણા ન મોકલતા અમે તેઓનો સંપર્ક કરી નાણાની માંગણી કરતા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જેથી અમે તેઓને મોબાઇલ ફોનના નાણા અથવા અમારા મોકલેલ મોબાઇલ ફોન પરત આપવા જણાવતા 68 મોબાઇલ ફોન કિ.રૂ.14,96,000ના અમોને પરત મોકલ્યા હતા અને બાકીના મોબાઇલ ફોનના નાણા અમોને થોડા સમય પછી મોકલી આપવાનુ જણાવેલ હોવા છતા આજ દિન સુધી બાકી મોબાઇલ ફોનના નાણા 50,66,500 જેટલી રકમ આપી નથી અને અવારનવાર નાણાની માંગણી કરતા તેઓ અમોને તારાથી થાય તે કરી લેજે તેવી ધમકી આપી હતી. આમ તેઓએ મોબાઇલ ફોન નંગ-240 પરત નહીં આપી છેતરપિંડી આચરી હતી.


Google NewsGoogle News