કોમર્સમાં NEPનો અમલ, એફવાયના વિદ્યાર્થીઓ ફેકલ્ટીએ નક્કી કરેલા ૬ પેપર ફરજિયાત ભણશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટીએ નવી શિક્ષણ નીતિના ભાગરુપે એફવાયમાં કયા પેપરો ભણાવાશે તેનો નિર્ણય આખરે મોડે-મોડે પણ કરી લીધો છે.
જોકે આટલા વિલંબ પછી પણ એફવાયનુ જે માળખુ નક્કી કરાયુ છે તેમાં જૂના માળખા કરતા વધારે ફેરફારો જોવા મળ્યા નથી.મળતી વિગતો પ્રમાણે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પહેલા અને બીજા સેમેસ્ટરમાં મેજર, માઈનોર, મલ્ટી ડિસિપ્લિનરી, એબિલિટી એન્હેન્સમેન્ટ તેમજ સ્કિલ ડેવલપમેન્ટ કેટેગરીના ૬ પેપરો માટે વિષય પસંદગીનો વિકલ્પ આપવામાં આવ્યો નથી.વિદ્યાર્થીઓએ ફેકલ્ટીએ ઉપરોક્ટ કેટેગરીમાં જે ૬ વિષયો નક્કી કર્યા છે તે જ ભણવાના રહેશે.જ્યારે વેલ્યુ એડેડ કોર્સ એટલે કે ઈન્ડિયન નોલેજ સિસ્ટમ કેટેગરીના એક વિષય માટે જ વિદ્યાર્થીઓને ત્રણ વિકલ્પ અપાયા છે.જેમાંથી કોઈ એક વિષય વિદ્યાર્થીએ પસંદ કરવાનો રહેશે.
સરવાળે કોમર્સ ફેકલ્ટીમાં નવી શિક્ષણ નીતિના ભાગરુપે એફવાયમાં કોઈ જાતના ધરખમ ફેરફારો થયા નથી તેવુ જાણકારોનુ કહેવુ છે.
ફેકલ્ટી ડીન પ્રો.કેતન ઉપાધ્યાયના કહેવા પ્રમાણે પહેલા વર્ષમાં અમે પાયાના વિષયો ભણાવવા માંગતા હોવાથી તમામ અધ્યાપકોની સંમતિ સાથે ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓને બીજા વર્ષથી વધારે વિષયોના વિકલ્પ આપવામાં આવશે.વેલ્યુ એડેડ કોર્સ એટલે કે ઈન્ડિયન નોલેજ સિસ્ટમ કેટેગરીમાં વિષય પસંદગીની કાર્યવાહી હજી બાકી છે. વિદ્યાર્થીઓ પોતે યુનિવર્સિટીના પોર્ટલ પર જઈને વિષય પસંદ કરી શકે તેવો પ્રયત્ન થઈ રહ્યો છે.જો એ શક્ય નહીં બને તો વિદ્યાર્થીઓ પાસે ગૂગલ ફોર્મ ભરાવીને વિષય પસંદ કરાવવામાં આવશે.
એફવાયના વિદ્યાર્થીઓ માટે કયા પેપરોે
પહેલુ સેમેસ્ટર
મેજર પેપર તરીકે ફન્ડામેન્ટલ્સ ઓફ એકાઉન્ટિંગ, સ્ટ્રકચર એન્ડ પ્રોસેસ ઓફ બિઝનેસ, માઈનોર પેપર તરીકે એલિમેન્ટસ ઓફ ઈકોનોમિક, મલ્ટી ડિસિપ્લિનરી પેપર તરીકે બેઝિક સ્ટેટેસ્ટિક ફોર કોમર્સ, એબિલિટી એન્હેન્સમેન્ટ પેપર તરીકે ફન્ડામેન્ટલ્સ ઓફ ઈંગ્લિશ, સ્કિલ એનહેન્સમેન્ટ પેપર તરીકે બેન્કિંગ સ્કિલ્સ અને ઈન્ડિયન નોલેજ સિસ્ટમના પેપર તરીકે હિસ્ટરી ઓફ ડેવપમેન્ટ ઓફ કાઉન્ટિંગ અથવા ઈન્ડિયન લિટરેચર એન્ડ મેનેજમેન્ટ અથવા વેદિક ટૂ કન્ટેમ્પરી ઈકોનોમિકસ પેપરનો અભ્યાસ કરશે.
બીજુ સેમેસ્ટર
મેજર પેપર તરીકે ઈન્ડિયન ઈકોનોમિક સ્ટ્રક્ચર અને ફન્કશનલ મેનેજમેન્ટ, માઈનોર પેપર તરીકે ફન્ક્શનલ મેનેજમેન્ટ, મલ્ટી ડિસિપ્લિનરી પેપર તરીકે ડેટા એનાલિટિકલ ટેકનિક, એબિલિટી એન્હેન્સમેન્ટ પેપર તરીકે ડેવલપિંગ કોમ્યુનિકેશન સ્કિલ ઈન ઈંગ્લિશ, સ્કિલ એન્હેસમેન્ટના પેપર તરીકે ઈન્સ્યોરન્સ સ્કિલ્સ તથા ઈન્ડિયન નોલેજ સિસ્ટમના પેપર તરીકે ફાઈનાન્સિયલ ડેટા એનાલિસિસ અથવા ટીમ બિલ્ડિંગ એન્ડ લીડરશિપ અથવા વેલ્યૂસ એન્ડ સ્કિલ્સ ફોર એમ્પ્લોયેબિલિટી પેપરનો અભ્યાસ કરશે.
કોમર્સમાં આજથી ૮૦૦૦ વિદ્યાર્થીઓ પાંચમા સેમની પરીક્ષા આપશે
કોમર્સ ફેકલ્ટીમાં ૧૧ ડિસેમ્બર, સોમવારથી ટીવાયબીકોમની એન્ડ સેમેસ્ટર પરીક્ષાનો પ્રારંભ થશે.પાંચમા સેમેસ્ટર માટે નિયમિત અને એટીકેટીના મળીને ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.આજે કેટલાક વિદ્યાર્થીઓના બેઠક નંબરો જનરેટ નહીં થતા હોવાની ફરિયાદો ઉઠતા રવિવારની રજા છતા કોમ્પ્યુટર સેન્ટર કાર્યરત રખાયુ હતુ.કોમર્સ ફેકલ્ટીના તમામ બિલ્ડિંગ ઉપરાંત આર્ટસ, ટેકનોલોજી, સાયન્સ અને એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.