શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા ૪૮૭ કરોડના ખર્ચે ૬ નવા બ્રિજ
રિંગ રોડ પર જ ત્રણ બ્રિજ બનાવાશે માણેજા-મારેઠા ખાતે રેલવે-રિવર ઓવરબ્રિજ
વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવાના ભાગરૃપે વધુ ૬ નવા ઓવરબ્રિજ આશરે ૪૮૭ કરોડના ખર્ચે બનાવાશે.
કોર્પોરેશનના વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં મ્યુનિ. કમિશનરે આ ઘોષણા કરી છે.
(૧) માણેજા મારેઠા ખાતે ૧૫૦ કરોડના ખર્ચે રેલવે- રિવર ઓવરબર્જ બનશે. (૨) ગોત્રી તળાવ પાસે ૧૦૦ કરોડના ખર્ચે નવો ફલાઇ ઓવર બ્રિજ બનાવાશે. (૩) કેનાલની સમાંતર ૩૦ મીટરના રિંગ રોડ પર નવાયાર્ડથી ગોરવા તરફ ૭૦ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ તૈયાર કરાશે. (૪) ડભોઇ રોડથી પ્રતાપનગર તરફ સોમા લળાવ જંકશન ઉપર ૬૨ કરોડના ખર્ચે ફલાઇ ઓવરબ્રિજ થશે.
(૫) માણેકપાર્ક જંકશન પાસે ૪૦ મીટરના રિંગ રોડ પર ૬૦ કરોડના ખર્ચે ફલાઇ ઓવરબ્રિજ બનાવાશે. (૬) કેનાલની સમાંતરે ૩૦ મીટરના રિંગ રોડ પર વિશ્વામિત્રી નદી ઉપર ૪૫ કરોડનો ખર્ચ કરીને રિવર ઓવરબ્રિજનું નિર્માણ કરાશે.