કલોલના પલિયડમાંથી જુગાર રમતા 6 શકુનિઓ ઝડપાયા
કલોલ : કલોલ તાલુકા પોલીસે પલિયડ ગામના ખરાબામાં જુગાર રમતા છ
શકુનિઓ ઝડપી લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી ૪૪૭૦ રૃપિયા જપ્ત કર્યા હતા. પોલીસે
જુગાર રમતા છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. કલોલ તાલુકામાં જુગારની પ્રવૃત્તિ
બેફામ બની છે. પલિયડ ગામમાં આવેલ બહુચર માતાના મંદિરની પાછળ ખરાબાની જમીનમાં જુગાર
રમાય છે તેવી પોલીસની માહિતી મળી હતી. કલોલ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે
દરમિયાન બાતમી મળતા ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસે જગ્યા કોર્ડન કરી જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસને જુગારીઓની અંગઝડતી
દરમિયાન ૪૪૭૦ રૃપિયા મળી આવતા જપ્ત કર્યા હતા. કલોલ તાલુકા પોલીસે જુગાર રમતા
જગાજી મફાજી ઠાકોર, વિષ્ણુજી
ચમનજી ઠાકોર, ચમનજી
મસાજી ઠાકોર, દિનેશજી
નાથાજી ઠાકોર, ઉદાજી
વીરાજી ઠાકોર, હુંરસંગજી
ભગાજી ઠાકોર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.