6.63 લાખ મહિલા મતદારો ગાંધીનગર ઉપરાંત અમદાવાદ પૂર્વ અને મહેસાણા સીટ માટે નિર્ણાયક
ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૩.૫૭ લાખ મતદારો પૈકી
કુલ મતદારોના ૪૮.૮૯ ટકા મહિલાઃસૌથી વધારે ગાંધીનગર દક્ષિણમાં ૧.૯૧ લાખ તો સૌથી ઓછી ૧.૧૧ લાખ દહેગામમાં
આગામી સાતમીએ યોજાનાર લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો
દ્વારા ધમધમાટ શરૃ કરવામાં આવ્યો છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ ચૂંટણીલક્ષી
તૈયારી લગભગ પૂર્ણ કરી દીધી છે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય
તે હેતુથી એકશન પ્લાન ઘડવામાં આવી રહયો છે. દર વખતની જેમ આ વખતે પણ જિલ્લામાં
મહિલા મતદારોનો દબદબો રહેશે કેમ કે જિલ્લામાં કુલ મતદારો પૈકી ૪૮.૮૯ ટકા મહિલા
મતદારો છે. આ મતદારોની આંકડાકીય સ્થિતિ ઉપર નજર કરીએ તો ગાંધીનગર જિલ્લામાં ૧૩,૫૭,૩૬૪ કુલ મતદારો
નોંધાયા છે.જે પૈકી કુલ મતદારોમાં મહિલા મતદારો ૬,૬૩,૬૨૩૪ છે.
આ મહિલા મતદારો આગામી ચૂંટણીમાં મહત્વની ભુમિકા ભજવશે. કેમકે જિલ્લામાં પુરુષની
સરખામણીએ મહિલા મતદારોનું સારૃ એવું મતદાન જોવા મળતું હોય છે અને આ વખતે તો ૩૦૬
જેટલા એવા મતદાન મથકો છે કે જ્યાં મહિલા વોટીંગ પુરુષ મતદાન કરતા ૧૦ ટકા કરતા ઓછુ
થયું છે ત્યાં વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે.
વિધાનસભા મતવિભાગ પ્રમાણે નજર કરીએ તો દહેગામમાં ૧.૧૩ લાખ પુરુષ મતદારોની
સામે ૧.૧૧ લાખ મહિલા મતદારો મળી કુલ ૨.૨૫ લાખ મતદારો છે.
ગાંધીનગર દક્ષિણ બેઠકમાં ૨.૦૧ લાખ પુરુષ અને ૧.૯૧ લાખ મહિલા મતદારો મળી કુલ ૩.૯૨
લાખ મતદારો છે. આજ પ્રકારે ગાંધીનગર ઉત્તર બેઠકમાં ૧.૨૮ લાખ પુરુષ મતદારોની સાથે ૧.૨૩
લાખ મહિલા મતદારો મળી કુલ ૨.૫૨ લાખ મતદારો છે. જ્યારે માણસા વિધાનસભા વિસ્તારમાં
૧.૨૦ લાખ પુરુષ અને ૧.૧૫ લાખ મહિલા મતદારો મળી કુલ ર.૩૬ લાખ મતદારો થયા છે. આજ
પ્રકારે કલોલમાં ૧.૨૮ લાખ પુરુષ મતદારોની સાથે ૧.૨૧ લાખ મહિલા મતદારો મળી કુલ ૨.૫૦
લાખ મતદારો નોંધાયા છે. જેથી હવે મહિલા મતદારોને રીઝવવા માટે ઉમેદવારો અને પક્ષો
દ્વારા એડીચોટીનું જોર લગાડવામાં આવી રહયું છે.ગાંધીનગર જિલ્લાની કુલ ૬.૬૩ લાખ
મહિલા મતદારો ગાંધીનગર લોકસભાની બેઠક ઉપરાંત અમદાવાદ પૂર્વ અને મહેસાણાની બેઠક ઉપર
પણ વોટીંગ કરશે.
ગાંધીનગર સંસદીય વિસ્તારમાં કુલ ૧૦.૬૧ મહિલા મતદારો
મહિલા મતદાનનો ગ્રાફ નીચે ઉતરી રહ્યો છે જેને પગલે હવે
ચૂંટણી તંત્ર દ્વારા મહિલા મતદાન વધે તે માટેના પ્રયત્નો કરી રહી છે ત્યારે
ગાંધીનગર સંસદીય વિસ્તાર એટલે કે,
લોકસભા વિસ્તારમાં કુલ ૨૧.૮૨ મતદારો પૈકી ૧૦.૬૧ લાખ મહિલા મતદારો છે. જેમાં ગાંધીનગર
ઉત્તરમાં ૧.૨૩ લાખ, કલોલમાં
૧.૨૧ લાખ મહિલા મતદારો ઉપરાંત સાણંદમાં ૧.૪૨ લાખ સ્ત્રી મતદારો, ઘાટલોડિયા
વિધાનસભા મતવિભાગમાં ૨.૧૬ લાખ મહિલા મતદારો,
વેજલપુરમાં કુલ ૧.૯૯ લાખ મહિલા મતદારો,
નારણપુરામાં ૧.૨૩ લાખ સ્ત્રી મતદારો તથા સાબરમતી વિધાનસભા મતવિભાગમાં ૧.૩૫ લાખ
મહિલા મતદારો નોંધાયેલા છે.ચૂંટણી તંત્ર દ્વારા મહિલા મતદાનનો દર વધે તે માટેના
પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ઘરકામ પહેલા મતદાનના સુત્રને અપનાવીને
મહિલાઓ એ પણ સોસાયટીઓમાંથી અને ગામની શેરીઓમાંથી મતદાન કરવાનો નિર્ણય કર્યો છે.
પુરુષ કરતા સ્ત્રી મતદાન ૧૦ ટકાથી વધુ ઓછુ હોય તેવા ૩૦૬
મથકો
સમાજથી લઇને સંસદ સુધી પુરુષ સમોવડી બનાવવાની વાતો વચ્ચે ગ્રામ્યવિસ્તારમાં
હજુ પણ મતદાનનાં આંકડા જોઇએ તો મહિલા મતદાન પુરુષ મતદાન કરતા ખુબ જ ઓછું હોય છે. ગાંધીનગર
જિલ્લામાં એવા ૩૦૬ બુથ છે જ્યાં પુરુષ અને સ્ત્રીમતદાનના દરમાં૧૦ ટકાથી વધુ તફાવત હોય
.વર્ષ ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર જિલ્લામાં એવા ૩૦૬ બુથ છે જ્યાં પુરુષ અને
સ્ત્રીમતદાનના દરમાં૧૦ ટકાથી વધુ તફાવત હોય .જિલ્લાની દહેગામ બેઠકમાં તો ૫૦ ટકા બુથ
એવા છે કે જ્યાં પુરુષ અને સ્ત્રી મતદાનના દરમાં ૧૦ ટકાથી વધુનો તફાવત છે. અહીં કુલ
૧૨૪ બુથ એવા છે જ્યાં સ્ત્રી મતદાન પુરુષ કરતા ૧૦ ટકાથી પણ ઓછુ હોય આ ઉપરાંત ગાંધીનગર
દક્ષિણ બેઠકમાં ૬૦ બુથ, ગાંધીનગર
ઉત્તર બેઠકમાં ૩૧, માણસામાં
૩૮ જ્યારે કલોલ બેઠકમાં ૫૩ એવા બુથ છે જ્યાં પુરુષ અને સ્ત્રી મતદાનના દરમાં ૧૦ ટકાથી
વધુ તફાવત છે.