શ્રીજી મૂર્તિ વિસર્જન માટે પાંચમું કૃત્રિમ તળાવ માંજલપુરમાં તૈયાર

હાલ પાણી ઠાલવવાની શરૃઆતઃ આવતા વર્ષે આ તળાવ મોટું બનાવવામાં આવશે

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
શ્રીજી મૂર્તિ વિસર્જન માટે પાંચમું કૃત્રિમ તળાવ માંજલપુરમાં તૈયાર 1 - image

વડોદરા, વડોદરામાં દક્ષિણ વિસ્તારમાં ગણેશ મંડળોને શ્રીજીની મૂર્તિઓના વિસર્જનમાં તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને માંજલપુર વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવાનું કામ શરૃ કર્યું હતું. તળાવ તૈયાર થઇ ગયું છે અને તેમા ંહવે પાણી નાખવાની શરૃઆત કરી છે.

આજરોજ માંજલપુરના ધારાસભ્ય, માજી મેયર તથા કોર્પોરેટરોએ તળાવનું નિરીક્ષણ કર્યુ ંહતું. માંજલપુરના ધારાસભ્ય અને માજી મેયરનું કહેવું છે કે આ વખતે માંજલપુર તળાવબનાવવાનું છેલ્લી ઘડીએ નકકી થતા નાનું બનાવ્યું છે, પરંતુ આવતી સાલ માટે તળાવ મોટું બનાવાશે. જેથી મૂર્તિ વિસર્જનમાં તકલીફ ન રહે. બીજું શ્રીજીની સવારીઓ માટે કાચો રોડ બનાવવાનું કામ ચાલુ કર્યું છે. અહીં તળાવ કિનારે પૂજાપો, ફૂલ વગેરે એકત્રિત કરવા સુવર્ણ કળશ પણ મૂકાયો છે.

માંજલપુરમાં સ્મશાન સામેના પ્લોટમાં ૧૫ બાય ૧૫ મીટર વિસ્તાર ધરાવતું અને સાત ફૂટ ઉંડુ તળાવ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધી શહેરના દક્ષિણ વિસ્તારમાં કોઇ કૃત્રિમ તળાવ નહીં હોવાથી ત્યાના ગણેશ આયોજકોને વિસર્જન વિધિ માટે દૂર સુધી આવવું પડતુ ંહતું અને આ વિસ્તારમા ંએક કૃત્રિમ તળાવ બનાવવાની માગણી થઇ હતી. જેનો થોડો સમય પહેલા સ્વીકાર કરવામાં આવ્યો હતો. વડોદરામાં નવલખી મેદાન પર સૌથી મોટુ કૃત્રિમ તળાવ છે. જેનો વિસ્તાર આશરે ૭૦૦૦ સ્કવેર મીટરનો છે. મોટી મૂર્તિઓ અહીં પધરાવવામાં આવે છે. શહેરના ચારેય ઝોનમાં એટલે કે સોમા તળાવ પાસે, હરણી સમા લિંક રોડ અને ગોરવા દશામાં તળાવ ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જયારે હરણી સમા લિંક રોડ પરનું તળાવ મોટું બનાવવાનું કામ હાથ ધરાયું છે. મૂર્તિઓની વિસર્જન વિધિ વખતે તળાવમાં પૂજાપા સહિતની સામગ્રી લોકો પધરાવે નહીં તે માટે તમામ તળાવ ખાતે સુવર્ણ કળશ મૂકીને પુજાપો એકત્રિત કરી તેમાંથી સેન્દ્રીય ખાતર બનાવવામાં આવશે.


Google NewsGoogle News