ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડર દ્વારા ૫૭.૮૦ લાખની ઠગાઇ

ત્રણ ગ્રાહકો પાસે બુકીંગ પેટે રૃપિયા લઇ પઝેશન આપ્યું નહીં

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડર  દ્વારા ૫૭.૮૦ લાખની ઠગાઇ 1 - image

વડોદરા,ન્યૂ વી.આઇ.પી.રોડ ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સ્કીમમાં ત્રણ દુકાનો બુક કરાવી ૫૭.૮૦ લાખ ત્રણ ગ્રાહકોએ ગુમાવ્યા હતા. જે અંગે બાપોદ પોલીસે ગુુનો દાખલ કરી કાર્યવાહી શરૃ કરી છે.

નિઝામપુરા મહેસાણા નગર પાસે સંતોષી નગરમાં રહેતા મોરારભાઇ જાદવભાઇ રોહિત નિવૃત્ત જીવન ગુજારે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે, વર્ષ - ૨૦૧૫ માં કેયા બિલટેક એલએલપી નામની  પેઢીના ભાગીદાર મનિષ મહેન્દ્રભાઇ પટેલે ખોડિયાર નગર ચાર રસ્તા પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સ્કીમ મૂકી હતી. તે સ્કીમમાં મારે દુકાન લેવાની હોવાથી હું અને મારો દીકરો બિપીન સાઇટ પર ગયા હતા. ફર્સ્ટ ફ્લોર પર એક  દુકાન બુક કરાવી હતી. જે દુકાનના બુકીંગ પેટે ૧૦.૮૩ લાખ તથા ૪૭,૧૩૭ રૃપિયાના બે  ચેક આપ્યા હતા. તેઓએ કહ્યું કે,  નીકળતા રૃપિયા  આપ્યા પછી વેચાણ દસ્તાવેજ સમયે આપીશું. પરંતુ, મનિષ પટેલે બાંધકામ બંધ કરી  દીધું હતું. અને ઓફિસ પણ તોડીને જતો રહ્યો હતો. અન્ય એક ચિરાગકુમાર અશોકકુમાર પારેખે ( રહે.આમ્રપાલી ટેનામેન્ટ, ખોડિયાર નગર) ૧૬.૫૦ લાખ તથા કમલેશ ચંદ્રવદન તલાટી (રહે.શુકન -૨, એરપોર્ટ સર્કલ પાસે) એ ૩૦ લાખમાં દુકાનો બુક કરાવી હતી.મનિષ પટેલ કુલ ૫૭.૮૦ લાખની છેતરપિંડી કરી  હતી. પોલીસે મનિષ અને તેની પત્ની રૃપલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News