૫૬ નાગરિકોને ગૂમ થયેલા મોબાઇલ ફોન પરત મળ્યા

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
૫૬ નાગરિકોને ગૂમ થયેલા મોબાઇલ ફોન પરત મળ્યા 1 - image

વડોદરા,રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગૂમ થયેલા મોબાઇલ ફોન અંગે સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સીઇઆઇઆર એપ્લિકેશન તેમજ આઇએમઇઆઇ નંબરના આધારે પોલીસે કુલ ૫૦ મોબાઇલ ફોન શોધી  કાઢ્યા હતા. આજે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની હાજરીમાં ૫૦ લોકોને તેઓના મોબાઇલ ફોન પરત આપવામાં આવ્યા હતા. તેવી જ રીતે જે.પી.રોડ પોલીસ દ્વારા કુલ છ નાગરિકોને તેઓના મોબાઇલ ફોન પરત આપવામાં આવ્યા હતા.


Google NewsGoogle News