વિદેશમાં પી.આર. માટેની ફાઇલ તૈયાર કરવાના બહાને ૫૫ લાખ પડાવી લીધા
અમદાવાદ સાયન્સ સિટિમાં ઓફિસ શરૃ કરી લોકો પાસેથી રૃપિયા ખંખેર્યા
વડોદરા,અમદાવાદની સાયન્સ સિટિમાં ઓફિસ શરૃ કરી વિદેશમાં પી.આર. માટેની કામગીરીના બહાને વડોદરાના બે મિત્રો પાસેથી ભેજાબાજ ઠગ ટોળકીએ ૫૫ લાખ પડાવી લીધા હતા. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ
ન્યૂ વી.આઇ.પી.રોડ વૈકુંઠ - ૨ ની સામે વ્રજધામ કોમ્પલેક્સમાં રહેતા ક્રિષ્ણા અન્નીભાઇ શેટ્ટી ઘરેથી ફરસાણનો હોલસેલ વેપાર કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૨૨ માં મારી પત્નીના ફેસબૂક એકાઉન્ટમાં એક્સ ગ્લોબલ કન્સલટન્સી પ્રા.લિ. ( ફોર્ચ્યુન બિઝનેસ હબ, સાયન્સ સિટિ અમદાવાદ) ના સરનામા વાળી જાહેરાત આવી હતી. વિદેશ જવા માટે મારા પત્ની બીનાબેને ઓનલાઇન વિગતો ભરી હતી. ત્યારબાદ ચિરાગ પટેલના નામથી મારા પત્ની પર કોલ આવ્યો હતો. જેથી, મારી પત્નીએ કેનેડા જવાની ઇચ્છા વ્યક્ત કરી પોતાનો બાયોડેટા મોકલી આપ્યો હતો. ત્યારબાદ હું અને મારી પત્ની અમદાવાદ સાયન્સ સિટિની તેઓની ઓફિસ પર ગયા હતા. ત્યાં ચિરાગ પટેલ, ઋષિકેશ વિનાયક પુરોહિત, સુજાતા વાઘવા, સુજાતાનો દીકરો ક્રિજલ મળ્યા હતા. ચિરાગ પટેલે પોતાની ઓળખ એક્સ ગ્લોબ્સ કન્સલટન્સીના એજન્ટ તરીકે આપી હતી. ઋષિકેશ અને સુજાતાએ પોતાની ઓળખ કંપનીના ડાયરેક્ટર તરીકે આપી હતી. તેઓએ અમને જણાવ્યું હતું કે, તમારા આખા ફેમિલીના પી.આર.નું કામ કરી આપીશું તેનો ખર્ચ ૪૨ લાખ જેટલો ખર્ચ થશે. તમારે કામ આગળ વધારવું હોય તો ટોકન પેટે ૫ લાખ આપવા પડશે. અમે શરૃઆતમાં દોઢ લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ તેઓએ કેનેડા ઇમિગ્રેશનના વકીલ તરીકે ચારૃ કપુરની ઓળખ આપી મુલાકાત કરાવી હતી. ત્યારબાદ મારા પત્નીને અકસ્માતમાં ઇજા થતા કેનેડા જવાનું થોડો સમય માટે મુલત્વી રાખવા જણાવ્યું હતું. પરંતુ, તેઓ બાકીના ટોકન મનીની વારંવાર ઉઘરાણી કરતા હતા.
મેં કેનેડાનું બજેટ નહીં હોવાની વાત કરતા તેઓએ યુ.કે.ની ફાઇલ માટે કહી ૩૫ લાખનો ખર્ચ થશે. તેવું જણાવી ટોકન પેટે ૩ લાખ થશે. તેવું જણાવ્યું હતું. મેં અગાઉ દોઢ લાખ આપ્યા હતા. બીજા દોઢ લાખ તેઓના કહેવાથી બાજવા એન.ડી.રેસિડેન્સીમાં રહેતા દશરથ ચૌહાણને આપ્યા હતા. મે કુલ ૧૫ લાખ ચૂકવ્યા હતા.
ત્યારબાદ વિઝા માટે કોલ કરતા પ્રત્યુત્તર મળ્યો નહતો. અમે રૃપિયા પરત માંગતા તેઓએ વાત કરવાનું બંધ કરી દીધું હતું. અમને આપવામાં આવેલું સર્ટિફિકેટ ખોટું હતું. અમે તપાસ કરવા માટે ઓફિસે જતા જાણવા મળ્યું કે, ઘણા બધા લોકો ઉઘરાણી માટે આવતા હતા. મારા મિત્ર કિરણ હરિવદન જીંગર ( રહે. સમર્થ સોસાયટી, પાણીની ટાંકી રોડ, કારેલીબાગ) પાસેેથી પણ ફેમિલીના વિઝા અપાવવાના બહાને આરોપીઓએ ૨૫.૨૧ લાખ લીધા હતા. આરોપીઓએ મારી પાસેથી ૩૦ લાખ અને મારા મિત્ર પાસેથી ૨૧.૫૦ લાખ પડાવી લઇ છેતરપિંડી કરી હતી.