Get The App

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો ત્રિ-દિવસીય 51મો બાળમેળો યોજાશે

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો ત્રિ-દિવસીય 51મો બાળમેળો યોજાશે 1 - image


- બાળમેળામાં આ વખતે નવા આકર્ષણ ઊભા કરાયા

વડોદરા,તા.20 જાન્યુઆરી 2024,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની માફક આ વખતે ત્રણ દિવસનો 51મો બાળમેળો યોજાનાર છે. જેને સયાજી કાર્નિવલ નામ અપાયું છે. તારીખ 25, 26 અને 27 ત્રણ દિવસ સુધી સયાજીબાગમાં આ બાળમેળો યોજાશે. આ વખતે બાળમેળામાં નવા આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે. જેમાં કોન બનેગા કરોડપતિ થીમ આધારિત શિક્ષણ સમિતિના તેજસ્વી વિદ્યાર્થીઓની જ્ઞાનની ચકાસણી કરતો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત શૈક્ષણિક અને સાંસ્કૃતિક ઉપરાંત ટોક શો, અંતાક્ષરી જેવા કાર્યક્રમ પણ રખાયા હોવાનું જાણવા મળ્યું છે. બાળકોની સુષુપ્ત શક્તિઓ ખીલવતો અને બાળકને અભિવ્યક્ત કરતા આ બાળ મેળાની આશરે ત્રણ ચાર લાખ લોકો મુલાકાત લે છે. બાળમેળા માટે શિક્ષણ સમિતિના ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં 40 લાખની જોગવાઈ કરવામાં આવી છે.


Google NewsGoogle News