વડોદરાના કારેલીબાગ વિસ્તારના 50 હજાર પરિવારોને કાલે સાંજે પાણી નહીં મળે : 31મીએ સવારે પાણી ઓછા દબાણથી અને મોડેથી મળશે

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
વડોદરાના કારેલીબાગ વિસ્તારના 50  હજાર પરિવારોને કાલે સાંજે પાણી નહીં મળે : 31મીએ સવારે પાણી ઓછા દબાણથી અને મોડેથી મળશે 1 - image

વડોદરા,તા.29 જાન્યુઆરી 2024,સોમવાર

વડોદરાનાકારેલીબાગ-સંગમ ચાર રસ્તા પાસે લાઈન જોડાણની કામગીરી કરવાની છે જેથી કાલે તા.30મીએ સાંજે કારેલીબાગ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં સાંજનું પાણી મળશે નહીં. આમ કારેલીબાગ વિસ્તારના 50 હજાર પરિવારોને તા.30મીએ સાંજે પાણીથી વંચિત રહેવાનો વારો આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કારેલીબાગ સંગમ ચાર રસ્તા પાસે પાણીની હાલની લાઈનને નવી પાણીની લાઈન સાથે જોડાણ કરવાની કામગીરી તા.30 ને મંગળવારે હાથ ધરવાનું આયોજન છે.

 જેથી કારેલીબાગ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં આવેલ આનંદ નગર દીપીકા સોસાયટીની આસપાસનો વિસ્તાર સમગ્ર વીઆઈપી રોડ તેમજ અંબાલાલ પાર્કની આસપાસના વિસ્તારમાં તા.30 ને મંગળવારે સાંજનું પાણી આપી શકાશે નહીં તથા તા.31મીએ બુધવારે સવારે કારેલીબાગ ટાંકીથી અપાતા ઝોનમાં પાણીનું વિતરણ વિલંબ થી તથા ઓછા દબાણથી કરાશે જેથી સ્થાનિક રહીશોએ જરૂરી પગલાં લેવા કાર્યપાલક ઇજનેર-પાણી પુરવઠા વિભાગ દ્વારા  જણાવ્યું છે.


Google NewsGoogle News