વડોદરામાં રેલ્વે લાઈન નીચે પાણીની લાઈન લીકેજ બાદ સમારકામ પાછળ 50 લાખનો ખર્ચ: 38% વધુ ભાવથી વિવાદ
વડોદરા,તા.29 નવેમ્બર 2023,બુધવાર
વડોદરાના વડસર બ્રીજ નીચે હયાત પુશીંગવાળી લાઇનમાં લીકેજ દુરસ્તી રેલ્વેની મંજુરી મેળવી કરવાના કામે ઈજારદારનું રૂ.49,91,282 તથા 18% GSTનું આઇટમ રેટ ભાવપત્ર જે મુળ અંદાજથી 37.25% વધુ મુજબને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરી મંજૂરી મેળવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
વોર્ડ 18 (જુનો વોર્ડ 4)માં આવેલ વડસર બ્રીજ નીચે રેલ્વે ટ્રેક નીચેથી હયાત પાણીની નળીકાના કોસીંગમાં લીકેજ હોવાથી લાઇન બદલવાની છે. સદર સ્થળ રેલ્વેની પ્રીમાઇસીસમાં આવે છે જેથી તે સ્થળે લીકેજેની કામગીરી માટે રેલ્વેની મંજુરી લઇ કામગીરી કરવાની હોઇ વધુમાં સદર સ્થળે રેલ્વે ટ્રેકની સમાંતર ઉત્તરે હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ નવિન ટ્રેક માટે પણ જમીન સંપાદન કરી કામગીરી હાથ ધરેલ છે.
અત્રેની શાખાની 600મી.મી. વ્યાસની ડીલીવરી નળીકા રેલ્વે દ્વારા સંપાદન જમીનમાં આવી જાય છે. રેલ્વેની પ્રીમાઇસીસમાં હયાત ક્રોસીંગ તેમજ તે બાદની ડીલીવરી નળીકા મળી રેલ્વેની પ્રીમાઇસીસમાં નળીકાની લંબાઇ વધે છે. જેથી ભવિષ્યમાં તેમાં પણ લીકેજ થયે તે ભાગમાં ખોદાણ કરી દુરસ્તી કરવી મુશ્કેલ રહેશે. જેથી હાલની વડસર બ્રીજ નીચે રેલ્વે ટ્રેક નીચેની હયાત પાણીની 600 મી.મી. વ્યાસની ડી.આઇ. નળીકાના બદલે નવિન 600 મી.મી. એચ.એસ. નળીકાનું ક્રોસીંગની કામગીરી કરવી જરૂરી છે. જેથી લીકેજના પ્રશ્નનો નિકાલ થાય. કામે નેટ અંદાજી રકમ રૂ.36,36,740 માટે પ્રથમ પ્રયત્ને જાહેરાત આપી ભાવપત્રો મંગાવતા એક પણ ઈજારદારનું ભાવપત્ર આવેલ ન હોઈ "નો ટેન્ડર" થયેલ.
ત્યારબાદ બીજા પ્રયત્ને જાહેરાત આપી ભાવપત્રો મંગાવતા કુલ બે ઈજારદારના ભાવપત્ર આવેલ હતા. જેથી કામના સલાહકાર દ્વારા કરેલ P Q સ્ટેટમેન્ટ મુજબ બન્ને ઇજારદાર દ્વારા રજુ કરેલ સાધનિક પુરાવાઓ ચકાસતા ક્વોલીફાય થતા હોવાનું ણાવેલ હોય, જેને માટે સક્ષમ મંજૂરી મેળવી પ્રાઈઝ બીડ ખોલવામાં આવેલ હતી .જેની વિગત નીચે મુજબ છે. સદર કામે પ્રથમ લોએસ્ટ ઇજારદારનું અંદાજ રૂ.36,36,740થી 38.28% વધુ મુજબનુ રૂ.50,29,000 ભાવપત્ર આવેલ છે. ઇજારદારને ભાવ ધટાડો કરવા જણાવતા ભરેલ ભાવમાં બે વખત થઈ 0.75% ઘટાડો કરેલ. જેને મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.