વડોદરામાં પાણીની લાઈનની કામગીરીને લીધે 50,000 લોકોને પાણી નહીં મળે

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
વડોદરામાં પાણીની લાઈનની કામગીરીને લીધે 50,000 લોકોને પાણી નહીં મળે 1 - image


- વર્ષો જૂની લાઈન બદલીને નવી સ્ટીલ લાઈનનું આયોજન 

વડોદરા,તા.19 ડિસેમ્બર 2023,મંગળવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી પુરવઠા શાખા દ્વારા શહેરના દક્ષિણ વિસ્તારમાં લાલબાગ બ્રિજ પાસે માંજલપુરમાં શ્રેયસની સામે 24 ઇંચ ડાયામીટરની પાણીની ડિલિવરીની લાઈન જોડાણની કામગીરી આજથી શરૂ કરતાં બે દિવસ સુધી આશરે 50 હજાર લોકોને પાણી મળશે નહીં.

લાલબાગ થી માંજલપુર સુધી પાણીની 24 ઇંચ ડાયામીટરની જૂની લાઈન છે અને આ લાઈનમાં વારંવાર લીકેજ થાય છે જેના કારણે પાણીનો વેડફાટ થાય છે, અને લોકોને પાણીની તકલીફ પડે છે. આવું ન થાય તે માટે જૂની લાઈન બદલીને 24 ઇંચ ડાયામીટરની એમએસની નવી લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી છે. હાલની લાઈન પરના જોડાણો નવી લાઈન સાથે જોડવાનું કામ હાથ પર લેવાયું છે. આજે સવારે પાણી વિતરણ બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થળ પર ખોદકામ કરવામાં આવતા ટ્રાફિકને પણ અસર થઈ રહી છે. લાલબાગ ટાંકીથી પાણી મેળવતા વિસ્તારોમાં તારીખ 19 ની સાંજના સમયે અને તારીખ 20 ના રોજ સવારના સમયે પાણી વિતરણ કરવામાં આવશે નહીં. જ્યારે સાંજના સમયનું પાણી મોડેથી, ઓછા સમય માટે અને લો-પ્રેશર સાથે આપવામાં આવશે. જેના લીધે લોકોને પાણીની તકલીફ પડશે.


Google NewsGoogle News