જામ્બુવાની સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં આવી ગયેલા 5 ફૂટના મગરનું રેસ્ક્યૂ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
જામ્બુવાની સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં આવી ગયેલા 5 ફૂટના મગરનું રેસ્ક્યૂ 1 - image

વડોદરાઃ વડોદરાના મકરપુરા નજીક આવેલા જામ્બુવા ખાતેની એક સોસાયટીમાં મગર આવી જતાં તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

જામ્બુવા વિસ્તારની નજીકથી જ નદી પસાર થતી હોવાથી અને વારંવાર પૂરના પાણી ફરી વળતા હોવાથી આસપાસના વિસ્તારોમાં જળચરો આવી જવાના બનાવ બનતા હોય છે.

ગઇરાતે શીવ બંગ્લોઝ ખાતે પાંચ ફૂટનો મગર સિક્યુરિટી કેબિનમાં ઘૂસી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.જીવદયા કાર્યકરોની મદદ લેતાં મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.


Google NewsGoogle News