વાહન ચોરી, ચેઇન સ્નેચિંગ અને પ્રોહિબિશનના રીઢા 5 આરોપીની પાસા હેઠળ અટકાયત : વિવિધ જેલમાં ધકેલાયા

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
વાહન ચોરી, ચેઇન સ્નેચિંગ અને પ્રોહિબિશનના રીઢા 5 આરોપીની પાસા હેઠળ અટકાયત : વિવિધ જેલમાં ધકેલાયા 1 - image

image : Freepik

Vadodara Crime News : વડોદરા શહેર પીસીબી દ્વારા વાહન ચોરી, પ્રોહીબિશન, ચેઇન સ્નેચિંગ જેવા ગુનામાં સંડોવાયેલા પાંચ જેટલા આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.

વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી વિરેન્દ્ર ખંગારસિંગ રાવત (મૂળ રહે. બાગમલ ગામ રાજસ્થાન)ની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલા નરેશ રાવજીભાઈ પરમાર (રહે. ગણેશ સોસાયટી, વાઘોડિયા રોડની પાસા હેઠળ અટકાયત કરીને મહેસાણા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. અન્ય કેસમાં સુરતના પાંડેસરા ખાતે રહેતો મહાવીરકુમાર નારાયણલાલ ચંદેલ વાહનચોરીના ગુનામાં પકડાયો હતો. આ ઇસમના નામે અનેક પોલીસ મથકોમાં ગુના નોંધાયા છે. આરોપી વાહન ચોરી કરવામાં પાવરધો હોવાથી તેની અટકાયત કરીને પાસાની કાર્યવાહી કરીને મહેસાણા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં સોનાના અછોડા તોડવાના ત્રણ બનાવમાં સંડોવાયેલા (મૂળ રહે. વંથલી જૂનાગઢ)નો સન્નીસિંગ રાજેશસિંગ ટાંકને પાસા હેઠળ પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. પીસીબીએ પ્રોહિબિશનના ગુનામાં શહેરના વિવિધ પોલીસ મથકે નોંધાયેલ ગુના અંગે સયાજીપાર્ક ખાતે રહેતા અમિત મુકેશભાઈ દરજીને ઝડપી પાડી પાસા હેઠળ મહેસાણા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

  વાહન ચોરી, ચેઇન સ્નેચિંગ અને પ્રોહિબિશનના રીઢા 5 આરોપીની પાસા હેઠળ અટકાયત : વિવિધ જેલમાં ધકેલાયા 2 - image



Google NewsGoogle News