૫,૮૫૦ સ્ટ્રીટ લાઈટના પોલ ઉપર હવે જાહેરાત થકી આવક મેળવાશે

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
૫,૮૫૦ સ્ટ્રીટ લાઈટના પોલ ઉપર હવે જાહેરાત થકી આવક મેળવાશે 1 - image


મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારના

ગાંધીનગર શહેરમાં હજી કોર્પોરેશન પાસે સ્ટ્રીટ લાઈટનું સંચાલન નહીં હોવાથી આડેધડ  હોર્ડિંગ્સની ભરમાર

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાર્ડિંગ્સ અને કિઓસ્ક માટેની નવી એડવર્ટાઈઝમેન્ટ પોલીસી તૈયાર કરી દેવામાં આવી છે ત્યારે નવા વિસ્તારમાં જ્યાં કોર્પોરેશન સંચાલન કરી રહ્યું છે તે ૫, ૮૫૦ જેટલા સ્ટ્રીટ લાઇટના પોલ ઉપર જાહેરાત થકી આવક મેળવવાનો નક્કી કરવામાં આવ્યું છે અને આ માટે એજન્સીનું ટેન્ડર પણ મંજૂર કરાયું હતું.

અત્યાર સુધી સ્ટ્રીટ લાઈટ કે અન્ય સ્થળોએ ગેરકાયદેસર હોડી અને પોસ્ટર જોવા મળતા હતા પરંતુ આગામી દિવસમાં ગાંધીનગર તેમાંથી મુક્ત થઈ જશે તેમ લાગી રહ્યું છે કેમકે, મહાનગરપાલિકા દ્વારા હોડગ્સ અને કિઓસ્ક માટેની પોલીસી જાહેર કરવામાં આવી છે તેની સાથે નવા સમાવિષ્ટ વિસ્તારોમાં આવેલા સ્ટ્રીટ લાઇટના પોલ પર પણ જાહેરાતોના કિઓસ્ક મૂકવા માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર આપવામાં આવ્યું છે. આ પોલ પર લગાવેલી જાહેરાત પેટે મહાપાલિકાને મહિને ૧થી ૧.૨૫ કરોડ રૃપિયા સુધીની આવક થવાનો અંદાજ છે. ગાંધીનગરમાં નવા સમાવિષ્ટ વિસ્તારોમા સ્ટ્રીટલાઇટના ૫,૮૫૦ જેટલા પોલ્સ આવેલા છે. આ પોલ્સ પર કિઓસ્ક લગાવવા માટે એજન્સી નક્કી કરવામાં આવી છે. ક્રાફ્ટ એજન્સીને એક પોલના ૧,૯૨૧ રૃપિયાના ભાવે મંજૂરી આપવામાં આવી છે. તબક્કાવાર સેક્ટરોમાં આવેલા સ્ટ્રીટલાઇટના પોલને પણ આવરી લેવામાં આવશે. હાલમાં સ્ટ્રીટલાઇટના થાંભલા પર મંજૂરી વિના જાહેરખબરના બેનરો લગવવામાં આવે છે. જોકે હજી ગાંધીનગર શહેરમાં સ્ટ્રીટ લાઇટનું સંચાલન કોર્પોરેશન પાસે નહીં હોવાથી અહીં હાલ ગેરકાયદેસર રીતે સ્ટ્રીટ લાઇટ ઉપર જાહેરાત જોવા મળશે.


Google NewsGoogle News