વડોદરામાં મકરપુરાના ઝવેર નગરમાંથી ધોળા દિવસે 49 હજારની ચોરી
image : Freepik
Theft Case in Vadodara : વડોદરાના મકરપુરા વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ.49000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
મકરપુરા વિસ્તારમાં આવેલા ઝવેરનગરમાં રહેતા સુધાબેન અરવિદભાઇ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 9 જુલાઈના રોજ હું સવારના સાડા છ એક વાગ્યાના સુમારે મારી સોસાયટીના છુટક કામ કરવા માટે ઘરેથી નિકળી ગઈ હતી. મારો મોટો દિકરો કરણ નોકરી અને નાનો દિકરો સાડા સાત વાગ્યાના અરસામાં તરસાલી ખાતે ક્લાસમાં જવા માટે ઘરને લોક મારી નિકળી ગયા હતાં. દરમિયાન કોઈ તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા અને તિજોરીના ડ્રોવરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા 10,000 મળી 49000 ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ નાનો દીકરો ટ્યુશન ક્લાસમાંથી સાડા દસ વાગ્યાના અરસામાં વાગ્યાના સમયે ઘરે આવ્યો હતો. ત્યારે દરવાજાના નકુચો કાપેલો અને માત્ર સ્ટોપર મારેલી હતી. જેથી તેને ઘરમાં જઈને તપાસ કરતા સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો અને તિજોરી પણ ખુલ્લી હતી તેથી તેઓએ તેને મમ્મીને જાણ કરી હતી. મકરપુરા પોલીસે મહિલાને ફરિયાદના આધારે તસ્કરોની શોધ તસ્કરોની હાથ ધરી છે.