વાલીઓ અને વિદ્યાર્થીઓની પ્રચંડ રેલી : વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવા વીસીને 48 કલાકનું અલ્ટીમેટમ

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
વાલીઓ અને વિદ્યાર્થીઓની પ્રચંડ રેલી : વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવા વીસીને 48 કલાકનું અલ્ટીમેટમ 1 - image


M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશતી વંચિત વિદ્યાર્થીઓ વાલીઓ પૂર્વ વિદ્યાર્થીઓ સેનેટ સભ્યોએ આજે પ્રચંડ આક્રોશ સાથે એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસ થી હેડ ઓફિસ સુધીની એક રેલી ગાડી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. "વીસી હટાવો અને એમ.એસ.યુનિવર્સિટી બચાવો" ના નારા સાથે યુનિવર્સિટી હેડ ઓફિસનું પ્રાંગણ ગાજી ઉઠ્યું હતું. બીજી તરફ શાંતિપૂર્ણ રીતે દેખાવો કરવા માટે આવેલા વિદ્યાર્થીઓને વાલીઓ જાણે આતંકવાદી હોય તે રીતે પોલીસ ખડકાવી દીધી હતી. 

વાલીઓ અને વિદ્યાર્થીઓની પ્રચંડ રેલી : વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવા વીસીને 48 કલાકનું અલ્ટીમેટમ 2 - image

આંદોલન કરનારા હોય કહ્યું હતું કે 48 કલાકનો અલ્ટીમેટમ આપવામાં આવે છે. જો 48 કલાકમાં વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાની જાહેરાત નહીં કરશો તો વડોદરામાં ક્યારે ના થયું હોય તેવું આંદોલનનો સામનો કરવો પડશે.


Google NewsGoogle News