કોર્પોરેશનમાં સાડા ત્રણ વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ૪૭ કરોડ ખર્ચાયા

શહેરના ચારેય ઝોનમાં વ્હીકલ પૂલ શાખા રાખે તો વાહનોના ઇંધણ ખર્ચની બચત થઇ શકે

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
કોર્પોરેશનમાં સાડા ત્રણ વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ૪૭ કરોડ ખર્ચાયા 1 - image

  વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નાના મોટા વાહનોમાં છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ડીઝલ અને પેટ્રોલ પાછળ ૪૭.૦૪ કરોડનો ખર્ચ થયો છે.

વડોદરા આરટીઆઇ વિકાસ સંઘ અને ટીમ આરટીઆઇ દ્વારા આ અંગે કોર્પોરેશનમાં આરટીઆઇ હેઠળ ૧ જાન્યુઆરી ૨૦૨૧થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ સુધીની ડીઝલ-પેટ્રોલનો વપરાશ અને તેના ખર્ચની વિગતો માગી હતી. જેમાં ઉક્ત વિગતો બહાર આવી હતી.

આ સાડા ત્રણ વર્ષમાં કોર્પોરેશનના નાના મોટા વાહનોમાં ૪૧,૮૪,૪૫૮ લીટર ડીઝલનો વપરાશ થયો છે. જેનો ખર્ચ ૪૩,૫૭,૮૭,૬૨૨ થયો છે. 

જ્યારે ૫,૧૪,૬૪૦ લીટર પેટ્રોલનો વપરાશ થયો અને તેનું બિલ ૩,૪૩,૩૬,૫૩૮ આવ્યું છે. વાહનોમાં પેટ્રોલ-ડીઝલ સાથે ઓઇલનો ખર્ચ ૪,૦૬,૩૯૨ થયો છે. આમ કુલ ૪૭.૦૪ કરોડ ખર્ચ થયો છે.

કોર્પોરેશન દ્વારા શહેરમાં ખોદકામ, તોડફોડ, ડ્રેનેજ સફાઇ, કાટમાળ ખસેડવા સહિતની કામગીરી થતી રહે છે, અને વાહનો વ્હીકલ પૂલ શાખાથી શહેરમાં છેવાડા સુધી જાય છે જેના કારણે વાહનોના બળતણનો ખૂબ ધુમાડો થાય છે. 

હકીકતમાં શહેરના ચારેય ઝોનમાં જે વ્હીકલ પૂલ શાખા હોય તો વાહનો જે તે સ્થળે સમયસર પહોંચી શકે અને ઇંધણની પણ બચત થઇ શકે.


Google NewsGoogle News