Get The App

વડોદરા કોર્પોરેશનમાં આરોગ્ય લક્ષી કામગીરી માટે 456 હેલ્થ વર્કરો હાજર થયા

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનમાં આરોગ્ય લક્ષી કામગીરી માટે 456 હેલ્થ વર્કરો હાજર થયા 1 - image


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 11 મહિનાના કરાર આધારિત હંગામી ધોરણે 554 વર્કરની ભરતી કરવા માટે ઓનલાઇન અરજીઓ મગાવી હતી. જે માટે કુલ 9,922 અરજીઓ મળી હતી .જેમાં પબ્લિક હેલ્થ વર્કર માટે 4,474 અને પુરુષ ફિલ્ડ વર્કર માટે 5448 અરજીઓ આવી હતી. જે પૈકી 427 અરજી રિજેક્ટ કરવામાં આવ્યા બાદ પ્રાથમિક ચકાસણી અને મૂલ્યાંકન પછી જે ઉમેદવારોની અરજીઓ રાખવા યોગ્ય હતી તેના તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવ્યા બાદ પ્રથમ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું .જેમાં 106 પબ્લિક હેલ્થ વર્કર ની તેમજ 448 પુરુષ ફિલ્ડ વર્કરની જગ્યામાંથી પબ્લિક હેલ્થ વર્કરની 27 જગ્યા અને ફિલ્ડ હેલ્થ વર્કરની 71 ખાલી જગ્યા માટે દ્વિતીય પસંદગી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં પસંદગી પામેલા ઉમેદવારોને પોતાના નિમણૂકના હુકમ જાતે ડાઉનલોડ કરી તારીખ 7થી 15 સુધી માં યાદીમાં ફાળવેલ જે તે ઝોન ની કચેરી ખાતે બાયોલોજિસ્ટ સમક્ષ હાજર થવા સૂચના આપવામાં આવી છે. તારીખ 15 સુધીમાં હાજર નહીં થનાર ઉમેદવારના નામ પસંદગી યાદી માંથી રદ કરી વેઇટિંગ લિસ્ટમાંથી જે તે જગ્યા માટે લાયક ઉમેદવારને તરત નિમણૂક આપી દેવામાં આવશે તેમ જણાવાયું છે .પ્રથમ મેરિટ લિસ્ટ બહાર પડ્યા બાદ કોર્પોરેશનમાં 456 પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ હેલ્થ વર્કર તારીખ 13 માર્ચથી હાજર થઈ ચૂક્યા છે .  તેઓ ને કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે જરૂરિયાત મુજબ ફાળવણી કરવામાં આવી છે. આ હેલ્થવર્કરો વાહકજન્ય અને પાણીજન્ય રોગ નિયંત્રણની કામગીરી માટે ઘરે ઘરે જઈને દવાનો છંટકાવ, ફોગિંગ કરવું, સર્વે કરવો, સેમ્પલો લેવા, ફીવરનો સર્વે કરવો વગેરેની કામગીરી કરી રહ્યા છે.


Google NewsGoogle News