ધો.10 અને ધો.12ના 45.211 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
ગાંધીનગર જિલ્લામાં બેઠકોનો દોર શરૃ
એસએસસીમાં ૨૫ હજાર ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૪ હજાર જેટલા જ્યારે વિજ્ઞાાન પ્રવાહમાં ૫,૩૯૧ વિદ્યાર્થી બેસશે
બોર્ડ પરીક્ષાના આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે.
પરીક્ષાનો સમય નજીક આવતા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. સમગ્ર વર્ષ
દરમિયાનની મહેનતનો નિચોડ પરીક્ષામાં ઉતારવા માટે પરીક્ષાર્થીઓ સજ્જ થઇ રહ્યા છે.
વિદ્યાર્થીઓ પરીક્ષાને અનુલક્ષી રીવીઝન વર્કમાં લાગી ગયા છે. આગામી માર્ચ મહીનામાં
પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૧મી માર્ચથી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ
પરીક્ષાનો પ્રારંભ થનાર છે. ત્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ
અને શિક્ષણતંત્રની પણ પરીક્ષાના આયોજન તરફ મીટ મંડરાઇ છે. આગામી બોર્ડ પરીક્ષામાં
ધોરણ-૧૦માં જિલ્લામાંથી કુલ ૨૫,૮૦૫
વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ ધોરણ-૧૦ના ૨૫,૮૦૫
જેટલા પરીક્ષાર્થીઓ માટે ૮૬ શાળાના ૯૦૬ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવનાર
છે.
આવી જ રીતેધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૪,૧૧૫ વિદ્યાર્થીઓ
નોંધાયા છે. તેમાના માટે ૪૪ શાળાઓના ૪૪૩ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
તો વિજ્ઞાાન પ્રવાહના ૫,૩૯૧
જેટલા વિદ્યાર્થીઓ ૨૬ શાળાના ૨૬૬ બ્લોકમાં પરીક્ષા આપશે.પરીક્ષાની મોસમ નજીકમાં
હોવાથી વાલીઓની જવાબદારી પણ વધી ગઇ છે. જ્યારે શિક્ષણ તંત્ર દ્વારા સફળ પરીક્ષાના
આયોજન મામલે બેઠક વ્યવસ્થાથી લઇ કસોટી શાંતિપુર્ણ અને પારદર્શક રીતે યોજાય તે
માટેના પરિબળો ચકાસી યોગ્ય આયોજનની દિશામાં ગતિવિધિઓ આરંભી દેવાઇ છે.તો સાથે સાથે
શિક્ષણ વિભાગે બેઠકોનો દૌર પણ શરુ કર્યો છે જેમાં ધોરણ-૧૦ ઉપરાંત એચએસસીના
પરીક્ષાર્થીઓ માટેની વ્યવસ્થાને લઇને ચર્ચા કરવામાં આવશે.