Get The App

બે મહિનામાં કોર્પોરેશનને એડવાન્સ મિલકત વેરા પેટે 44.46 કરોડની આવક

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
બે મહિનામાં કોર્પોરેશનને એડવાન્સ મિલકત વેરા પેટે 44.46 કરોડની આવક 1 - image


ગત વર્ષની સરખામણીએ ૧૬૧ ટકાની વસુલાત

મહાનગરપાલિકા દ્વારા લોકોના પ્રતિસાદને પગલે વળતર યોજના ૩૦ જૂન સુધી લંબાવવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ મિલકત વેરા માટે ૧૦ ટકા રીબેટ યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારે ૩૧ મે સુધીમાં એટલે કે બે મહિનામાં ૫૨ ટકા જેટલો ૪૪.૪૬ કરોડ રૃપિયાનો એડવાન્સ વેરો ભરાઈ ગયો છે. જે ગત વર્ષની સરખામણીએ ૧૬૧ ટકા જેટલી વસુલાત નોંધાઈ છે અને હજી જૂન મહિનામાં આવક વધવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા ચાલુ વર્ષે નાગરિકો માટે એડવાન્સ મિલકત વેરા પેટે ૧૦ ટકા રીપીટ યોજના અમલમાં મૂકવામાં આવી હતી અને નાગરિકોના સરળતા રહે તે માટે કોર્પોરેશન દ્વારા પોતાની વેબસાઈટ મારફતે ઓનલાઈન વેરો ભરાઈ ભરી શકાય તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એટલું જ નહીં બીલમાં પણ ક્યુઆર કોડ સ્કેન કરીને સરળતાથી વેરો ભરાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે ઓફલાઈન કરતા ઓનલાઇન વેરો ભરનાર નાગરિકોની સંખ્યા વધુ જોવા મળી છે. ૧ એપ્રિલથી ૩૧મે સુધી બે મહિના દરમિયાન મિલકત વેરા પેટે હાલ ૪૪.૪૬ કરોડ રૃપિયાની આવક થઈ છે. જે ગત વર્ષની સરખામણીએ ૧૬૧ ટકા જેટલી નોંધાઈ છે અત્યાર સુધીમાં ૮૫,૪૮૭ જેટલા નાગરિકોએ વેરો ભરી દીધો છે. જ્યારે ૮૪.૫૨ કરોડના કુલ માંગણાને પહોંચી વળવા માટે કોર્પોેરેશન દ્વારા ૩૦ જૂન સુધી  રિબેટ યોજના ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની સેક્ટર ૧૧ ખાતે આવેલી કચેરી ખાતે તેમજ નવા ઉમેરાયેલા ગ્રામ્ય વિસ્તારમાં સેન્ટરોમાં પણ વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે. જૂન મહિના સુધીમાં કોર્પોરેશનને એડવાન્સ મિલકત વેરા પેટે ૮૦ ટકા ઉપરાંતની વસૂલાત થવાનો અંદાજ છે.


Google NewsGoogle News