કોમર્સમાં વધુ 400 સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે,પણ ફી આજે ભરી દેવી પડશે
વિવાદમાંથી પણ નવો વિવાદ ઊભો કરવામાં નિષ્ણાત છે યુનિવર્સિટીના સત્તાધીશો
વડોદરા : એમએસ યુનિવસટીની કોમર્સ ફેકલ્ટીમાં ૫૮.૫ ટકા પર સૃથાનિક વિદ્યાાૃર્થીઓનો પ્રવેશ અટકાવી દેવાયા બાદ, લગભગ ૧,૫૦૦ જેટલા વિદ્યાાૃર્થીઓના ભાવિ સામે સવાલો ઊભા થયા છે, જેના કારણે ઉહાપોહ થઈ રહ્યો છે ત્યારે સત્તાાૃધીશોએ ૫૫ ટકા સુધીના વધુ ૪૦૦ વિદ્યાાૃર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત કરી છે. જોકે તેમને ફી ભરવા માટે મંગળવારનો એક જ દિવસ આપવામાં આવ્યો છે, જેના કારણે ૪૦૦ માંથી બહુ ઓછા વિદ્યાાૃર્થીઓ ફી ભરી શકે તેવી સંભાવના છે.
૫૫ ટકા સુધીના ૪૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, પણ ૫૪ થી ૫૦ ટકાવાળાઓ અને પૂરક પરીક્ષામાં પાસ થનારનું શું તે બાબતે યુનિવર્સિટી ચૂપ
ઉપરાંત, પૂરક પરીક્ષામાં પાસ ાૃથનારા વિદ્યાાૃર્થીઓને કેટલા ટકા સુાૃધી પ્રવેશ અપાશે તે પણ નક્કી કરાયું નાૃથી. પ્રવેશ ફોર્મ ભરવા માટે જીકાસ પોર્ટલને તા.૪ ાૃથી ૬ જુલાઈ દરમિયાન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, પરંતુ તેમાંાૃથી એમ એસ યુનિવસટી નું નામ ગાયબ કરી દેવાયુ હતું. આ બાબતે કોમર્સના ડીન મોઢા પર ખંભાતી તાળું મારીને બેઠા છે.
ફરિયાદ પરત ખેંચવા મુખ્યમંત્રીને વિદ્યાાૃર્થીઓએ મેઇલ કર્યો
એમ.એસ.યુનિવર્સિટીમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થી જો યુનિવર્સિટીની હોસ્ટેલમાં પણ એડમિશન લે તો તેણે મેસ (ભોજન)ની આખા વર્ષની ફી એક સાથે ભરી દેવાનો નિર્ણય લેનાર વાઇસ ચાન્સેલર સામે વિદ્યાર્થીઓએ આંદોલન શરૃ કર્યુ હતું. આંદોલન દરમિયાન વાઇસ ચાન્સેલરે એક પણ વખત વિદ્યાર્થીઓની વાત સાંભળવાની દરકાર લીધી નહતી. યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પણ વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરને મળવા માટે પ્રયત્નો કર્યા છતાં પણ મુલાકાત નહી થતાં આખરે વિદ્યાર્થીઓની સહન શક્તિ ખૂટી હતી અને હકની લડાઇ માટે વાઇસ ચાન્સેલરના સરકારી નિવાસ સ્થાન ઉપર પહોંચી ગયા હતા. અહીં મુખ્ય દરવાજો (લોખંડનો ગેટ) બંધ હોવાથી વિદ્યાર્થીઓ તે કૂદીને અંદર ગયા હતા. બસ, આ વાત વાઇસ ચાન્સેલરને ગમી નથી અને આંદોલનમાં સામેલ ૨૦૦ વિદ્યાર્થીઓ સામે રાયોટિંગ અને ગેટને રૃ. ૨૦૦૦નું નુકસાન કરવાની પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે.
એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વડોદરાના સાંસદ અને ધારાસભ્યોની વાત પણ માનતા નથી એટલે હવે વિદ્યાર્થીઓ પાસે કોઇ વિકલ્પ નહી રહેતા મુખ્યમંત્રીને આજે ઇ-મેઇલ કરીને રજૂઆત કરી છે કે વિદ્યાર્થીઓ ન્યાયની લડત લડી રહ્યા છે. ફરજિયાત મેસ ફી અને ફરજિયાત હોસ્ટેલ ડેવલપમેન્ટ ચાર્જ સામે વિદ્યાર્થીઓનું આંદોલન હતું. આ દરમિયાન વી.સી.ના બંગલાના ગેટના પ્લાસ્ટિકના ઉપકરણને રૃ.૨૪૦૦નું નુકસાન થયું છે, જેના કારણે ૨૦૦ વિદ્યાર્થીઓ સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઇને આ ફરિયાદ પરત ખેંચવામાં આવે.